- વસંત ઋતુના આગમનના કારણે અહીં હવામાન રહે છે સારું
- આઉટડોર ટ્રિપ માટે આ જગ્યા છે બેસ્ટ
- સસ્તામાં માણી શકાશે રજાની મજા
ફેબ્રુઆરીનો મહિનો ફરવા માટે પરફેક્ટ હોય છે. આ મહિનામાં વસંત ઋતુનું આગમન થાય છે. તેને માટે ફેબ્રુઆરીમાં સીઝન સારી રહે છે. આ સીઝનમાં લોકો ખાસ કરીને બીચ પર ફરવાની મજા લેવા તૈયાર હોય છે. આ મહિનામાં ગોવામાં સીઝન સારી રહે છે. મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. જો તમે ફેબ્રુઆરીમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે ગોવા જઈ શકો છો. જો કે અહીં જતા પહેલા તમારે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખી લેવું જોઈએ.
- ફેબ્રુઆરીના મહિનામાં ગોવાની સીઝન સારી રહે છે. વસંત ઋતુના કારણે ફેબ્રુઆરીમાં ગરમી અને ઉમસ રહેતી નથી. આઉટડોર ફરવા માટે પરફેક્ટ સમય રહે છે. તેને માટે ફેબ્રુઆરીની પસંદગી કરી શકાય છે.
- ફેબ્રુઆરીમાં વેકેશન સીઝનનો અંત હોય છે. તેને માટે ઓછા બજેટમાં હોટલ મળી જશે. સરળ શબ્દોમાં કહીએ તો અહીં સસ્તામાં રહેવાની સુવિધા મળી જાય છે.
- ફેબ્રુઆરીમાં હોલિડે માણવા માટે તમે ગોવા બીચનો પ્લાન કરી શકો છો. આ સીઝનમાં તાપમાન યોગ્ય રહે છે. આ સિવાય તમામ ચીજો સસ્તામાં મળી રહે છે. ટ્રાવેલર્સ એક્સપર્ટ ફેબ્રુઆરી મહિનામાં ગોવા ફરવાની સલાહ આપે છે.
- પેરાગ્લાઈડિંગને માટે ફેબ્રુઆરીનો મહિનો પરફેક્ટ હોય છે.તમે ગોવામાં પેરાગ્લાઈડિંગ અને હોટ એયર બલૂન રાઈડિંગની મજા લઈ શકો છો. સૌથી મોટી વાત એ છે કે તમે બજેટમાં એડવેન્ચર ટ્રિપ પર જઈ શકો છો.
- ફેબ્રુઆરીમાં ગોવા કાર્નિવલનું આયોજન કરાય છે. આ દર વર્ષે 18 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી જોવા મળે છે. આ સમયે તમે ગોવાની ટ્રિપ પ્લાન કરી શકો છો.
- દર બુધવારે અંજુના બીચ પર બુધ બજાર લાગે છે. અહીં તમે સસ્તા દરે ખરીદી કરી શકાય છે. મોટી સંખ્યામાં લોકો શોપિંગ માટે અંજુના બીચ પર આવે છે.
- આ સિવાય તમે ગોવામાં કેમ્પિંગ, બોટિંગ, સ્વીમિંગ અને સનસેટ વોકિંગની મજા લઈ શકો છો.













