- અલેપ્પીમાં માણો હાઉસ બોટની મજા
- મુન્નાર પહાડો અને લોકલ ફૂડની આપશે મજા
- વોટરફોલની મજા માણવા માટે બેસ્ટ છે કૂર્ગ
જો તમે તમારા હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેઓ કોઈ શાંત અને સુંદર જગ્યાએ મનાવવા ઈચ્છો છો તો દક્ષિણ ભારત તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. દક્ષિણ ભારત તેની સુંદરતા, હર્યા ભર્યા પહાડો, સુંદર સીઝન અને બેકવોટર બોટિંગ, કલ્ચર અને ખાનપાન માટે દેશ વિદેશમાં લોકપ્રિય છે. તમે તમારા પાર્ટનરની સાથે શાંતિભર્યા પળને જીવવાની મજા માણી શકો છો. તમે અહીં જરૂર જઈ શકો છો. તો જાણો સાઉથ ઈન્ડિયાની એ જગ્યાઓને વિશે જ્યાં તમે હનીમૂન માટે જઈ શકો છો.
અલેપ્પી
જો તમે બોટ હાઉસની મજા લેવા ઈચ્છો છો તો કેરળનું અલેપ્પી તમારા માટે પરફેક્ટ બની શકે છે. અલેપ્પી અને બેકવોટર બોટિંગ પણ ફેમસ છે. અહીં હાઉસ બોટમાં રાત વીતાવવાનું યાદગાર મૂવમેન્ટ સાબિત થશે. અહીં તમે દરેક ખૂણે પ્રકૃતિનો આનંદ માણી શકશો.
મુન્નાર
મુન્નાર પણ કેરળની સૌથી સુંદર જગ્યાઓમાં એક છે. મુન્નારના સુંદર પહાડો અને રાતના સમયે આકાશમાં દેખાતા તારા તમને તેના ફેન બનાવી શકે છે. જો તમે હનીમૂન મનાવવા માટે મુન્નાર જાઓ છો તો અહીં એકમેકની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે શાંત વાતાવરણ મળશે. આ સાથે અહીંનું લોકલ ફૂડ પણ સારું રહે છે. અહીં એક્સપ્લોર કરવા માટે પણ અનેક જગ્યાઓ છે.
લક્ષદ્વીપ
આ જગ્યા સુંદર જંગલો અને સમુદ્ર તટ માટે જાણીતા છે. હનીમૂન માટે લક્ષદ્વીપ પરફેક્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. અહીં તમને શાંતિ મળશે અને સાથે જ તમે પાર્ટનરની સાથે ક્વોલિટી સમય વીતાવી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે તમે લક્ષદ્વીપ જઈ રહ્યા છો તો મતે સ્પેશિયલ પરમિશન લો તે જરૂરી છે. તેને માટે પરમિટ માટે તમને નજીકના પોલીસ સ્ટેશનથી ક્લીયરન્સ સર્ટિફિકેટ લેવાનું રહેશે.
વાયનાડ
જો તમે હનીમૂન પર કેરળ ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે વાયનાડની પસંદગી કરી શકો છો. તમે હનીમૂન માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવો. તમે ફરવા માટે પણ અહીં અનેક સ્થળોને પસંદ કરી શકશો.
કૂર્ગ
કર્ણાટકનું કૂર્ગ પણ એક યોગ્ય હનીમૂન ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. અહીં તમને અનેક વોટરફોલ અને કોફીના બગીચા જોવા મળશે. તમે શિયાળો પસંદ કરો છો તો કૂર્ગ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બનશે. કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં ઊંચા પહાડો અને હર્યા ભર્યા બગીચા તમારું દિલ જીતી લેશે.
ઊંટી
ભારતના ટોપ હનીમૂન ડેસ્ટિનેશનમાંનું આ એક છે. ઊંટીમાં જોવાલાયક અને સુંદર જગ્યાઓ છે. અહીં સીઝન ઘણી સારી રહે છે. ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમય અહીં ફરવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. અહીં અનેક લેક, વોટરફોલ અને ડેમ છે જ્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે.