- ડિસેમ્બરમાં અહીંનું તાપમાન 12-15 ડિગ્રીની વચ્ચે રહે છે
- પૂનમની રાતે સફેદ રણ કમાલનો અનુભવ કરાવશે
- સામાન્ય ગરમ કપડામાં બેસ્ટ ટ્રિપ પ્લાન કરી શકશો
વિશાળ જગમગાતું સફેદ રેગિસ્તાન, ઐતિહાસિક શહેર, ગુફાઓ અને શાનદાર વન્યજીવ અભયારણ્યોથી ભરેલું શહેર કચ્છ ગુજરાતની ખાસ ઓળથ છે. અહીં યાત્રીઓએ કંઈ ખાસ કરવાની જરૂર નથી. આ જગ્યાની રોનક સદીઓથી ભવ્ય જોવા મળી રહી છે. ગુજરાતના કચ્છમાં જો તમે ડિસેમ્બરમાં જાઓ છો તો અહીંની આબોહવા ધરતી પર સ્વર્ગથી ઓછી નથી લાગતી. તમે ડિસેમ્બરમાં એક ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે તેને માટે કચ્છ જવાનો પ્લાન કરી શકો છો. તમે અહીંનો એક્સપીરિયન્સ ભૂલશો નહીં.
અહીંની સીઝન
કચ્છમા ડિસેમ્બરનો મહિનો ઠંડો હોય છે. તેમાં તાપમાન 12-15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ કારણે આ વાતાવરણ પર્યટકોને માટે ખુશનુમા અને આરામદાયક બની રહે છે. અહીં તમે સામાન્ય ઊની કપડામાં જ યાત્રાનો આનંદ લઈ શકો છો.
રણ મહોત્સવ
એક તરફ થાર રેગિસ્તાન અને અન્ય તરફ અરબ સાગરની વચ્ચેનું કચ્છનું ગ્રેટ રણ, કોઈ પ્રાકૃતિક આશ્ચર્યથી ઓછું નથી. મીઠું અને રેતીના આ રેગિસ્તાનમાં અહીં રણ મહોત્સવનું આયોજન કરાય છે. ડિસેમ્બરમાં પૂનમની રાતે સફેદ રણ કમાલનું લાગે છે. રણ મહોત્સવ દર વર્ષે ઓક્ટોબર અને ફેબ્રુઆરીની વચ્ચે આવે છે. તેમાં અહીંની સાંસ્કૃતિક પ્રદર્શન, રેગિસ્તાન સફારી, ગરમ હવાના બલૂનની સવારી, શોપિંગ, ફૂડનો આનંદ માણી શકો છો.
માંડવી
જો તમે સી બીચ પર ફરવાનો આનંદ લેવા ઈચ્છો છો તો ડિસેમ્બરમાં કચ્છના માંડવીનો પ્લાન કરો. આ કચ્છના સૌથી સુંદર સમુદ્ર તટના સ્થળોમાંનું એક છે. તેને માટે તમે ડિસેમ્બરમાં પ્લાનિંગ કરી લો તે જરૂરી છે. ઠંડી સમુદ્રની હવા, તડકો, સમુદ્ર તટ પર ટહેલવાની મજા તમારા વેકેશનને સારું બનાવશે.
તોપાનસર ઝીલ
અહીં તમે ડિસેમ્બરમાં સુંદર પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોઈ શકશો. આ જગ્યા માંડવીની નજીક છે.
ભૂજ
ઐતિહાસિક ભૂજ પણ કચ્છમાં આવેલું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ઐતિહાસિક મંદિર, આઈના મહેલ, સ્વામી નારાયણ મંદિર, ડેઝર્ટ વાઈલ્ડ લાઈફની મજા લઈ શકો છો.
સિયોટની ગુફાઓ
જે લોકોને ઈતિહાસને જાણવાનો શોખ છે તેમને માટે આ ગુફાઓ સારી જગ્યા છે. તમે બૌદ્ધ અને હિંદુ ધર્મના આર્કિટેક્ચરને સારી રીતે જોઈ શકશો. આ જગ્યા ભૂજથી 125 કિલોમીટર દૂર છે.