• ઉદેપુર શિયાળામાં ફરવા માટે સૌથી સારી જગ્યા
  • ઉત્તરાખંડનું ઔલી સૌથી સસ્તા શહેરોમાંનું એક
  • કસૌલી પણ બની શકે છે એક પરફેક્ટ ડેસ્ટિનેશન

ભારતમાં ફરવાની એવી અનેક જગ્યાઓ છે જ્યાં ગરમીમાં જવાથી તમારી મજા બગડી શકે છે પરંતુ શિયાળા માટે આ જગ્યાઓ પરફેક્ટ બને છે. એવા અનેક હિલ સ્ટેશન પણ છે જ્યાં શિયાળામાં જવાથી પ્રાકૃતિક સૌંદર્યની મજા વધી જાય છે. અહીં તમે પરિવારની સાથે જઈ શકો છો. રોમેન્ટિક ટ્રિપ પણ અહીં પ્લાન કરી શકાય છે અને સાથે જ સોલો ટ્રાવેલિંગ માટે પણ આ જગ્યાઓ પરફેક્ટ છે. સૌથી સારી વાત એ છે તે તમે ઓછા બજેટમાં અહીં ફરી શકો છો. તો જાણો ઓછી મોંઘી હોટલ અને હોસ્ટેલમાં રહેવાનું પસંદ કરશો કે પ્રાઈવેટને બદલે સાર્વજનિક ટ્રાવેલિંગને પસંદ કરશો. આ સિવાય તમે અન્ય ખર્ચને પણ તમારી રીતે ઓછા કરી શકો છો.

જાણો કયા છે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન્સ

ઉદેપુર

રાજસ્થાનનું ઉદેપુર શિયાળામાં ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંનું એક છે. આ શહેરને સિટી ઓફ લેક પણ કહેવાય છે. અહીં સુંદર મહેલ અને ઝીલ છે, સાથે જ શહેરમાં ફરવા માટે અનેક ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પણ છે. તમે પિછોલા લેક, ફતેહ સાગર લેક,સજ્જનગઢ પેલેસ અને જગદીશ ટેમ્પલ પણ જઈ શકો છો. ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમય અહીં ફરવા માટે પરફેક્ટ છે.

ઔલી

ઉત્તરાખંડનું ઔલી સૌથી સસ્તા શહેરોમાંનું એક છે. અહીંની સુંદરતા તમારું મન મોહી લેશે અને સાથે તમને ઘરે પરત આવવાનું મન નહીં થાય. તમે નંદાદેવી પાર્ક, ઔલી આર્ટિફિશિયલ લેક અને ગોર્સન બુગ્યાલની મુલાકાત લઈ શકો છો. આ સિવાય શોપિંગ, ટ્રેકિંગની મજા પણ લઈ શકાય છે. નવેમ્બરથી માર્ચની વચ્ચે અહીં ફરવાનો પ્લાન બનાવો.

કસૌલ

હિમાચલના પૂર્વ ભાગમાં આવેલું કસૌલનું નામ તમે ફિલ્મોમાં પણ સાંભળ્યું હશે અને તમારા મિત્રોના મોઢે પણ સાંભળ્યું હશે. આ નાના શહેરમાં ફરવા માટે નહીં પણ જીવનની અનેક સુવિધાઓ અહીં મળે છે. અહીં તમને ટૂરિસ્ટ હોવાનો અહેસાસ નહીં થાય. સાથે 4-5 હજાર રૂપિયામાં તમે 5 દિવસ સુધી આરામથી રહીને આવી શકો છો. કસોલ પર્યટકોમાં ગિરિમથક તરીકે જાણીતું છે તેમ જ ઘણા પર્યટકો બાજુમાં આવેલા ગ્રહણ અને તોશ ગામની મુલાકાત પણ લે છે.

Travel Destinations, Budget Friendly Travel, budget friendly travel destinations, low budget Places, Udaipur, Auli, Kasol, Jaipur

જયપુર

પિંક સિટીના નામથી જાણીતું જયપુર તમને શિયાળામાં ખાસ ટ્રિપનો અનુભવ કરાવી શકે છે. તમે અહીં ઓછા બજેટમાં ટ્રિપ પ્લાન કરી શકો છો. અહીંના ટૂરિસ્ટ એટ્રેક્શનમાં સિટી પેલેસ, હવા મહેલ, બિરલા મંદિર અને અંબર ફોર્ટ સામેલ છે.

પૌઢી ગઢવાલ

તમે પ્રકૃતિની નજીક રહેવા ઈચ્છો છો તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. દિલ્હીથી 700રૂપિયાની આસપાસ અહીંથી એકવારની ટિકિટ થાય છે. તમે 9-10 કલાકમાં અહીં પહોંચી જશો. અહીથી શ્રીનગર, ચોપટા, તુંગનાથ અને કેદારનાથ જેવી જગ્યાઓએ જઈ શકો છો.  

  • Follow us on: