- IRCTC લાવ્યું છે જાન્યુઆરીની મુસાફરી માટે ખાસ સુવિધા
- પધારો રાજસ્થાન એયર પેકેજ ટૂરમાં કરાવી શકો છો બુકિંગ
- ટ્રિપ શરૂ થવાની તારીખ 31 જાન્યુઆરી 2023 છે
શિયાળાની સીઝન આવતા મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન તરફ ફરવા જાય છે. જો તમે પણ અહીં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે IRCTCને માટે એક ખાસ પેકેજની મદદ લઈ શકો છો. આ પેકેજથી તમારી મુસાફરી સરળ બની રહેશે અને સાથે અન્ય અનેક મુશ્કેલીઓ પણ ખતમ થશે. તો જાણો પેકેજની સંપૂર્ણ માહિતી.
ઈન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન સમયાંતરે ગ્રાહકો માટે અનેક પેકેજ લાવે છે. જો તમે પણ 2023માં જાન્યુઆરીમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે એક શાનદાર પ્લાનને પસંદ કરી શકો છો. આ પેકેજ 7 રાત અને 8 દિવસ માટે રહેશે. આ ટૂર ઝારખંડની રાજધાની રાંચીથી શરૂ થશે. ટ્રિપ શરૂ થવાની તારીખ 31 જાન્યુઆરી 2023 છે. આ પેકેજની મદદથી તમે રાજસ્થાનના અનેક પ્રસિદ્ધ જગ્યાઓ જેવી કે જયપુર, પુષ્કર, ઉદયપુર, જોધપુર અને જેસલમેરની યાત્રા કરી શકો છો.













