- IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
- 9 રાત અને 10 દિવસનો હશે આ પ્લાન
- એક વ્યક્તિનો ખર્ચ 66415 રૂપિયા રહેશે
ન્યૂ યર 2023ના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ન્યૂ યર સેલિબ્રેશનનો પ્લાન બનાવી રહ્યું છે. કેટલાક લોકો ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે ફરવાનું પ્લાનિંગ પણ કરે છે. જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો તમારા માટે IRCTC ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTCએ ન્યૂ યર સેલિબ્રેશનને માટે એક સુંદર ટૂર પેકેજ જાહેર કર્યું છે. તો તમે પણ જો ખાસ પ્લાન બનાવી રહ્યા છો તો તમે મોડું કર્યા વિના બુકિંગ કરાવી લો.
IRCTCનો ન્યૂ યર સેલિબ્રેશન સ્પેશિયલ પેકેજ
IRCTCના ન્યૂ યર પર તૈયાર કરાયેલા પેકેજનું નામ 'New Year Bonanza'છે. આ શાનદાર ટૂર પેકેજને 'દેખો અપના દેશ' અભિયાનના આધારે શરૂ કરાયું છે. સાથે આ પેરેજ લેનારા લોકોને ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં ફરવાનો અવસર પણ મળશે. આ ટૂર પેકેજને માટે બુકિંગ કરાવનારા લોકો 9 રાત અને 10 દિવસની મજા માણી શકશે.
ક્યાં કયાં ફરી શકાશે
IRCTCના આ પેકેજમાં ઉજ્જૈન, નાસિક, ગોવા જેવા શહેરોમાં ફરવાનો ચાન્સ મળશે. ટૂરની શરૂઆત 23 ડિસેમ્બરે દિલ્હીથી થશે. આ ટૂર પેકેજમાં કઈ જગ્યાઓ સામેલ છે તે પણ જાણી લો.
- ઉજ્જૈન - મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ અને ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી શકશો.
- નાસિક - ત્ર્યંબકેશ્વર મંદિર અને સાંઈબાબા મંદિરના દર્શન કરવાનો અવસર મળશે.
- નોર્થ ગોવા - કલંગુટ બીચ, બાગા બીચ અને અગોડા ફોર્ટની મજા માણી શકશો.
- સાઉથ ગોવા - જૂનું ગોવા ચર્ચ. મંગેશી મંદિર, મીરામાર બીચ અને કોલવા બીચનો આનંદ મળશે.
- ગુજરાત - ભવ્ય સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઝલક મળશે.
કઈ સુવિધાઓ મળશે
આ ટૂરમાં તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માણી શકશો. આ સિવાય તમે શાનદાર હોટલમાં ફરવાની સાથે સાથે શહેરોમાં અંદર ફરવા માટે બસની સુવિધા મેળવી શકશો.
શું છે ટૂર પેકેજની કિંમત
New Year Bonanza ટૂર પેકેજ માટે એક વ્યક્તિએ 66415 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. જો 2 કે 3 વ્યક્તિ એકસાથે ફરશે તો દરેક વ્યક્તિએ 57750 રૂપિયા આપવાના રહેશે. આ કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવા માટેની કિંમત છે. Superior ક્લાસમાં સફર કરવા માટે એક વ્યક્તિ માટે 79695 રૂપિયા અને 3 વ્યક્તિને માટે 69300 રૂપિયા આપવા પડશે.