• ડેલહાઉસી, ગંગટોક, દીવ અને દમણ બનશે પરફેક્ટ જગ્યાઓ
  • ફેબ્રુઆરી સુધી ઉંટી, કૂર્ગ, વાયનાડ પણ યોગ્ય પ્લેસ
  • જેસલમેર અને અંડમાન પર પણ ઉતારી શકો છો પસંદગી

લગ્નની સીઝન શરૂ થનારી છે. લગ્નના મૂહૂર્ત અનુસાર આ વખતે 25 નવેમ્બરથી લગ્ન સીઝન શરૂ થશે, લગ્ન બાદ ખાસ કરીને કપલ્સ હનીમૂન પણ પ્લાન કરતા હોય છે કેમકે હનીમૂન એક એવો સમય છે જ્યાં કપલ સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે અને એકમેકની નજીક આવે છે. અનેક વાર કપલ્સ આ માટે વધારે કન્ફ્યૂઝ થઈ જાય છે કે ક્યાં જવું અને ક્યાં નહીં. અનેક એવા કપલ્સ છે જે લગ્ન પહેલા જ હનીમૂન ડેસ્ટીનેશનની શોધમાં લાગી જતા હોય છે. અનેક લોકો એવા હોય છે જે વધારે કન્ફ્યુઝ થઈ જાય છે કે તેઓએ ક્યાં જવું છે. જો તમે ભારતમાં હનીમૂન પ્લાન કરવા ઈચ્છો છો તો આ શિયાળામાં તમારા માટે અહીં આપેલી કેટલીક જગ્યાઓ બેસ્ટ બની શકે છે. તે કપલ્સ માટે રોમાંટિક જગ્યા સાબિત થશે.

ડેલહાઉસી

જો તમારા લગ્ન શિયાળામાં થઈ રહ્યા છે તો તમારા માટે ડેલહાઉસી એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બની જશે. અહીં શિયાળામાં હિમવર્ષા પણ થાય છે. આ સિવાય અહીં લાંબા ચીડના ઝાડમાં બરફ પડે છે ત્યારે તેની સુંદરતા વધી જાય છે. શિયાળામાં અહીં સ્નોફોલ જોવા મળે છે. નવેમ્બરથી ફેબ્રુઆરીનો મહિનો અહીં ફરવાની મજા લેવા માટે બેસ્ટ છે.

ગંગટોક

ગંગટોક ભારતના ફેમસ હનીમૂન ડેસ્ટિનેશનમાંનું એક છે. અહીં સનરાઈઝ સુંદર દેખાય છે. નાથુલા પાસ, ત્સોંગમો લેક અહીની ફેમસ જગ્યા છે. જો તમે શિયાળામાં લગ્ન કરો છો તો તમે હનીમૂન માટે અહીં જઈ શકો છો. ઓક્ટોબરથી ડિસેમ્બરનો મહિનો અહીં જવા માટે પરફેક્ટ મનાય છે.

કૂર્ગ

અહીં તમે અનેક વોટરફોલ અને કોફીના બગીચા જોઈ શકશો. જો તમને વધારે ઠંડી પસંદ નથી તો કુર્ગ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવાય છે. અહીં ઊંચા પહાડ, હર્યા ભર્યા બગીચા તમારું દિલ જીતી લેશે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો મહિનો અહીં જવા માટે પરફેક્ટ છે.


ઉંટી

આ જગ્યાને ભારતના ટોપ હનીમૂન ડેસ્ટિનેશનમાં એક માનવામાં આવે છે. આ સુંદર જગ્યાઓમાંની એક છે. અહીં મોસમ ઘણું સારું રહે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો મહિનો અહીં જવા માટે પરફેક્ટ છે. અહીં લેક, વોટરફોલ અને ડેમ છે જ્યાં તમે જઈ શકો છો.

વાયનાડ

જો તમે કેરળનો પ્લાન કરી રહ્યા છો તો વાયનાડ સુંદર જગ્યાઓમાંની એક છે. તમે ડિસેમ્બરના મહિનામાં હનીમૂન પર જવા ઈચ્છો છો તો વાયનાડ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં જોવા માટે અનેક જગ્યાઓ છે તેનાથી તમે કંટાળો અનુભવશો નહીં. ઓક્ટોબરથી માર્ચનો સમય અહીં ફરવા માટે પરફેક્ટ છે.

દમણ અને દીવ

દમણ અને દીવ ગુજરાતમાં આવેલો એક નાનો આઈલેન્ડ છે. તમે શિયાળામાં અહીં ફરવા જઈ શકો છો. બીચ લવર્સ માટે આ પરફેક્ટ પ્લેસ છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના સમયમાં અહીં ફરવાનું એક સારો અનુભવ બની રહેશે. આ સાથે જ તમે કેવ્સ, મહાદેવ મંદિર અને જાલંધર બીચની મુલાકાત પણ લઈ શકો છો.

જેસલમેર

જો તમે હનીમૂનની સાથે આર્ટ અને કલ્ચરને પણ સેલિબ્રેટ કરવા ઈચ્છો છો તો તમે જેસલમેર પર પસંદગી ઉતારી શકો છો. તે બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. અહીં સ્થિત શાહી કિલ્લોમાં રોકાવવાનું તમારા માટે સારો વિચાર બની શકે છે. ડિસેમ્બરનો મહિનો અહી જવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. જો તમે રેગિસ્તાનમાં હનીમૂન મનાવવા ઈચ્છો છો તો આ જગ્યા પરફેક્ટ સાબિત થઈ શકે છે. કપલ્સ અહીં ડેઝર્ટ સફારી, કેંપિંગ, બોનફાયરનો આનંદ લઈ શકો છો.

અંડમાન

અહીં તમે પહાડ અને રેગિસ્તાનમાં તમે હનીમૂન મનાવી શકશો નહીં. અંડમાન તમારા માટે પરફેક્ટ પ્લેસ બની શકે છે. તમે સમુદ્રી દુનિયાની મજા લેવા ઈચ્છો છો તો તમે અહીં જઈ શકો છો. વોટર એક્ટિવિટીની મજા માટે આ પરફેક્ટ પ્લેસ બનશે. તમે અહીં અંડર વોટર અને સ્કૂબા ડાઈવિંગની મજા પણ લઈ શકશો. 

  • Follow us on: