• નદીનો એક ભાગ પેરુ સાથે જોડાયેલો
  • આ નદીને થર્મલ રીવર પણ કહેવાય છે
  • 200 ડિગ્રી ફેરનહીટ પર ઉકળે છે નદીનું પાણી

માનવામાં આવે છે કે આ ઉકળતા પાણીમાં નદીમાં ભૂલથી પણ કોઈ પડી જાય તો તેનું મોત નક્કી છે. તો જાણો આ નદીનું પાણી કેવી રીતે ઉકળે છે. અત્યાર સુધી તમે અનેક નદીઓ વિશે સાંભળ્યું હશે. પણ અહીં એક એવી નદીની વાત કરી રહ્યા છીએ જેને વાંચીને ભાગ્યે જ વિશ્વાસ આવે. પણ હેરાન કરનારી વાત એ છે કે તેનું પાણી સતત ઉકળતું રહે છે.

અમેઝોનના જંગલમાં છે નદી

આ નદી અમેઝોનના જંગલમાં છે. તેનો એક ભાગ પેરુથી જોડાયેલો છે. આ નદીને બોઈલિંગ રીવરના નામ પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા તેને થર્મલ રીવર કહેવામાં આવે છે. જૂના જમાનામાં તેને Shanay-Timpishka પણ કહેવામાં આવતી હતી. તેનો મતલબ એ છે કે સૂરજની ગરમથી ઉકળતું પાણી. આ નદીનું પાણી 200 ડિગ્રી ફેરનહીટ પર ઉકળતું રહે છે. જાણીને તમે હેરાન થશો કે આ તાપમાન એટલું રહે છે કે તમે તેમાં સરળતાથી ચોખા બાફી શકો છો. એટલું ગરમ પાણી છે કે જો કોઈ માણસ તેમાં પડી જાય તો તેનું મોત નક્કી હોય છે.

2011માં શોધાઈ આ નદી

આ રહસ્યમયી નદીની શોધ ભૂવૈજ્ઞાનિક આંદ્રે રૂજોએ વર્ષ 2011માં કરી હતી. આ નદીની સૌથી નજીક જ્વાળામુખી છે. તે લગભગ 700 કિલોમીટર દૂર છે.કેટલાક વૈજ્ઞાનિકો દ્વારા અહીં રિસર્ચ કરાયું છે જેમાં આ જ્વાળામુખીનું મુખ્ય કારણ અપાયું છે. આ કારણથી અજાણ્યા લોકોને અહીં વધારે ખતરો રહે છે. કેટલાક લોકો બોઈલિંગ રીવરની ખાસિયત અને કુદરતના અનોખા દ્શ્યોને જોવા અહીં આવે છે.  

  • Follow us on: