- હિમાચલમાં ફેમસ હિલ સ્ટેશન મનાલીનો કરો પ્લાન
- ઓછા બજેટમાં એડવેન્ચર ટ્રાય કરવા માટે કુકરીનો કરો પ્લાન
- શિયાળામાં સ્નોફોલ અને મસ્તી માટે આછે પરફેક્ટ જગ્યાઓ
શિયાળાની સીઝનમાં હિલ સ્ટેશન પર જવાની વાત અલગ છે. અહીં બરફની મજા લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ સીઝનમાં હિલ સ્ટેશન પર જવાનું તમામ લોકોનું સપનું હોય છે. ભારતમાં હિલ સ્ટેશનના માટે હિમાચલ સૌથી ફેમસ છે. શિયાળામાં હિમાચલના જાણીતા ટૂરિસ્ટ સ્પોટ પર પર્યટકોની ભીડ જોવા મળે છે. તેના કારણે હિમાચલના આ હિલ સ્ટેશનોની કોસ્ટ ઘણી વધી જાય છે. એવામાં હિમાચલના કેટલાક સસ્તા હિલ સ્ટેશનની મુલાકાત તમારા માટે બેસ્ટ બની શકે છે. આ હિલ સ્ટેશનનોએ તમે ઓછા ખર્ચમાં ફેમિલિ ટ્રિપ પ્લાન કરી શકો છો.
મૈક્લોડગંજ
બરફની ચાદર ઓઢેલા પહાડોની સાથે તિબેટના મઠને જોવા માટે તમે અહીં જઈ શકો છો. અહીં તમે તિબ્બતી મ્યુઝિયમ અને ભાગસૂ વોટરફોલ પણ જોઈ શકો છો. આ ટ્રિપ તમે 5000 રૂપિયામાં ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે પ્લાન કરી શકો છો. તમે હિમાલયના આ હિલ સ્ટેશનને એન્જોય કરી શકો છો.
કુફરી
ઓછા બજેટમાં એડવેન્ચર ટ્રાય કરવા માટે તમે હિમાચલના કુફરી હિલ સ્ટેશને જઈ શકો છો. અહીં તમે હિમાલયની ઊંચી ટોચનો શાનદાર વ્યૂ જોવા સિવાય તમે સ્કીંઈંગ અને સ્કેટિંગ જેવા એડવેન્ચર પણ કરી શકો છો. અહીં કુફરીમાં એડવેન્ચરની સાથે તમે ટ્રિપનો કુલ ખર્ચ ફક્ત 6000 સુધીમાં ખતમ કરી શકો છો.
તીર્થન ઘાટી
નેચર લવર્સને માટે હિમાચલ પ્રદેશની તીર્થન ઘાટીની મુલાકાત બેસ્ટ બને છે. હિમાલય પર્વતની વચ્ચે આ ઘાટીમાં અનેક એડવેન્ચર્સ એક્ટીવિટી કરી શકાય છે. તેની સાથે જ હિમાલયન નેશનલ પાર્ક અને સેર્લોસ્કર ઝીલને એક્સપ્લોર કરીને તમે સફરની મજા વધારી શકો છો. તો સાથે 5000માં આરામથી તીર્થન ઘાટીની મુલાકાત લઈ શકાય છે.
મનાલી
આ નામ હિમાચલની ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં જાણીતું છે. મનાલીમાં તમે આકર્ષક હિમાલયન રેન્જના સિવાય હડિમ્બા દેવી મંદિર, તિબ્બતી મઠ, સોલંગ ઘાટી, નહેરુ કુંડ, રોહતાંગ પાસ, પુરાના મનાલી અને અનેક સુંદર વોટરફોલ્સની મજા લઈ શકાશે. આ સાથે જ તમે 4-5 હજારમાં મનાલીને સરળતાથી જોઈ શકો છો.
શિમલા
હિમાચલની રાજધાની શિમલાને પણ દેશના સુંદર ટૂરિસ્ટ સ્પોટમાં ગણવામાં આવે છે. શિમલાની મુલાકાત માટે તમારે વધારે રૂપિયાની જરૂર રહેશે નહીં. ફક્ત 4-5 હજારાં તમે શિમલાના કામના દેવી મંદિર, દોરજે દ્રક મઠ, દરલઘાટ, સ્કેંડલ પોઈન્ટ, સોલન બ્રેવરી અને ખાજૂ હિલને એક્સપ્લોર કરી શકો છો.