- નિમોનિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે
- બેક્ટેરિયલ નિમોનિયા 2-5 વર્ષના બાળકોને પ્રભાવિત કરી શકે છે
- અસ્થમા, સીઓપીડી, સ્મોકિંગ કરનારા લોકોમાં પણ જોખમ વધારે
હાલમાં ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી હવાના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. વધારે ઠંડીના કારણે લોકો શિયાળામાં ખાંસી, સામાન્ય ફ્લૂ બની રહી છે. ડોક્ટરોના ક્લિનિક અને હોસ્પિટલમાં આવા દર્દીની ભીડ જોવા મળી રહી છે. શિયાળાની સીઝનમાં નિમોનિયાના દર્દી પણ વધી રહ્યા છે. બાળકોની સાથે વૃદ્ધોને જોખમ રહ્યું છે. નિમોનિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. તે તમારા ફેફસાને ડેમેજ કરે છે. ફેફસાની સ્થિતિ ખરાબ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. સાથે જ બલગમ પણ વધવા લાગે છે.
જાણો કારણો













