- હળદરવાળું દૂધ ઈમ્યુનિટી વધારી દૂર કરશે ખાંસી
- વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરશે તુલસી
- બદામનું ઝિંક શરદી અને ખાંસીથી બચાવશે
શિયાળાની સીઝન અનેક બીમારીઓ લઈને આવે છે. આ સીઝનમાં શરદી અને ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં ન્યૂટ્રીનિસ્ટ અનેક સારા સુપરફૂડ્સને ડાયટમાં સામેલ કરવાની સલાહ અપાય છે. આ સુપરફૂડ્સ તમને સીઝનલ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તમને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચવામાં મદદ કરે છે. આ સુપરફૂડ્સને ડાયટમાં સામેલ કરવાની સાથે નિયમિત રીતે એકસરસાઈઝ કરવી અને સારી ઊંઘ લેવાનું પણ જરૂરી છે. તો જાણો કયા ફૂડ્સ તમે સામેલ કરી શકો છો.
લસણ
તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. શિયાળામાં તમે લસણને શાકમાં સામેલ કરી શકો છો. તેનું સેવન તમે શેકીને પણ કરી શકો છો. આ ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે. શિયાળામાં લસણનું સેવન સ્વાસ્થ્યને માટે ફાયદારૂપ બને છે.
હળદરવાળું દૂધ
તે સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. શરદી, ખાંસીથી બચવામાં મદદ કરે છે. તે ઈમ્યુનિટીને વધારે છે. તમે હળદરવાળા દૂધમાં કાળા મરીને મિક્સ કરી શકાય છે. જો તમે રાતે સૂતા પહેલા આ દૂધનું સેવન કરો છો તો તેનાથી રાતે ઊંઘ પણ સારી આવે છે.
તુલસી
હિંદુ ધર્મમાં તુલસીની પૂજા કરાય છે. તુલસી ઔષધિય ગુણથી ભરપૂર હોય છે. તે ઈમ્યુનીટીને વધારવામાં મદદ કરે છે. તે વાયરલ ઈન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. તમે તુલસીનું સેવન ઉકાળો અને ચાના રૂપમાં કરી શકો છો. તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી બચવામાં મદદ કરે છે.
બદામ
તેમાં વિટામિન ઈ હોય છે. તેમાં ઝિંક જેવા મિનરલ્સ હોય છે. તે શરદી અને ખાંસીથી બચાવવામાં તમારી મદદ કરશે. બદામનું સેવન ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનું સેવન ગમે તે સમયે કરી શકાય છે.
આમળા
તેમાં વિટામિન સી હોય છે. તેનું સેવન ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે. તે તમને શરદી અને ખાંસીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. આમળાનું સેવન જ્યૂસના રૂપમાં પણ કરી શકાય છે.
લીંબુ
તેમાં વિટામીન સી હોય છે. તે તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનું સેવન નિયમિત રીતે કરી શકાય છે. જો તમે તેને શિયાળામાં હૂંફાળા પાણીમાં પીઓ તો તે તમારી મદદ કરે છે.