• ફેફસાંના કેન્સરનું સૌથી મોટું કારણ સ્મોકિંગ છે
  • ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દર્દ, વજન ઘટવું અને સોજા ખાસ લક્ષણો
  • સતત રહેતી ખાંસી પણ લંગ કેન્સરનું કારણ માનવામાં આવે છે

માનવામાં આવે છે કે સ્વસ્થ ફેફસા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શ્વાસની ક્રિયાને સરળતાથી ચલાવવામાં અને ખતરનાક બીમારીથી બચાવવામાં તમારી મદદ કરે છે. લંગ કેન્સરના અનેક લક્ષણો ત્યાં સુધી દેખાતા નથી જ્યાં સુધી તે શરીરમાં ફેલાઈ ન જાય. કેટલાક કેસમાં શરૂઆતમાં તેના લક્ષણો જોવા મળે છે. જો તમે લક્ષણનો નોટિસ કર્યા બાદ ડોક્ટર પાસે જાઓ છો તો શરૂઆતમાં જ તેની સારવાર થઈ શકે છે. જો વાત લંગ કેન્સરના લક્ષણોની હોય તો તેનું એક લક્ષણ ખાંસીને માનવામાં આવે છે. તો જાણો કયા લક્ષણો દેખાતા જ તમારે એલર્ટ રહેવું અને ડોક્ટરની સલાહ લેવી.

ફેફસાના કેન્સરના પ્રમુખ લક્ષણો જાણો

મળતી માહિતી અનુસાર ફેફસાનું કેન્સર ખાસ કરીને સ્મોકિંગના કારણે થતું હોય છે. જો કે આ આદત ન હોવા છતાં પણ લોકોને આ બીમારી થાય છે. તો જાણો કઈ તકલીફોમાં રહેવું સાવધાન.

શ્વાસ લેવામાં તકલીફ

જો તમને સતત ખાંસીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો તે ફેફસાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ કોઈ અન્ય સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે. યોગ્ય સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

છાતીમાં દર્દ

છાતીમાં દર્દ અનેક સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે, તેમાં ફેફસાનું કેન્સર પણ સામેલ છે. આ દર્દ ડીપ બ્રિધિંગ, ખાંસી ખાતી સમયે કે હસતા સમયે પણ અનુભવાય છે.

વજન ઓછું થવું

જો તમે વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છો અને તો પણ તે સતત વધી રહ્યું છે તો તેને ફેફસાના કેન્સરનો સંકેત માનવામાં આવે છે.

હાડકામાં દર્દ

હાડકામાં દર્દ અને થાકને લંગ કેન્સરના લક્ષણોમાં સામેલ કરી શકાય છે.

સોજા

ચહેરા, ગરદન, છાતીના ઉપરના ભાગમાં સ્વેલિંગ પણ ફેફસાના કેન્સરનું લક્ષણ છે. આ સ્થિતિમાં પણ મેડિકલ હેલ્પ લેવી જરૂરી છે.  

  • Follow us on: