• યૂપીમાં 24 કલાકમાં 14 દર્દીના મોત
  • 1 અઠવાડિયામાં હાર્ટ અને બ્રેન એટેકથી 98ના મોત
  • ગુરુવારે કાનપુરમાં 723 હાર્ટ પેશન્ટ આવ્યા

ઉત્તર ભારતમાં શિયાળાની ઠંડી કહેર વર્તાવી રહી છે. આ ઠંડી હવે જીવલેણ બની રહી છે. યૂપીના કાનપુરમાં હાર્ટ એટકેથી મોતના આંકડાએ દેશને હલાવીને રાખી દીધો છે. શહેરની એસપીએસ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. હેરાનીની વાત તો એ છે કે કડકડતી ઠંડી અને શીતલહેરની વચ્ચે શહેરમાં 1 અઠવાડિયામાં હાર્ટ અને બ્રેન એટેકથી 98 લોકોના મોત થયા છે. આ આંકડા એલપીએસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીએ આપ્યા છે. મળતી માહિતી અનુસાર ગુરુવારે કાનપુરમાં હાર્ટના 723 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા.

અચાનક થતા મોત પર કાર્ડિયોલોજિસ્ટે શું કહ્યું

ઠંડીમાં અચાનક બ્લડ પ્રેશર વધવાથી નસમાં લોહીના ગડ્ઠા જામે છે. તેના કારણે હાર્ટ એટેક અને બ્રેન એટેકની શક્યતાઓ વધે છે. ઠંડી હાર્ટ અને બ્રેન પર ભારી પડી રહી છે. ડોક્ટર્સના આધારે શીતલહેરમાં બચવું જરૂરી છે. અન્ય સાવધાનીમાં જરૂર હોય અને બહાર જાવ તો નાક અને માથાને ઢાંકીને નીકળો. 60થી વધુ ઉંમરના લોકોએ શીતલહેરમાં બહાર નીકળવું નહીં. ડોક્ટર્સના આધારે આ હાર્ટએટેકના કેસમાં વૃદ્ધો નહીં પણ યુવાનો પણ શિકાર બની રહ્યા છે.

જાણો ઠંડીમાં કઈ રીતે બચશો હાર્ટ એટેકથી

  • ઠંડીમાં નસો સંકોચાઈ જાય છે. અનેક લોકોની નસમાં કોલેસ્ટ્રોલ પહેલાથી બ્લોક થાય છે. જ્યારે શિયાળામાં નસો વધારે સંકોચાઈ જવાથી તે અટકવાનો દર 40 ટકાથી વધીની 80 ટકા સુધીનો રહે છે. આ હાર્ટએટેક અને બ્લડપ્રેશર વધવાનું સૌથી મોટું કારણ છે.
  • હાર્ટ એટેક કોરીનરી ધમનીમાં લોહીના ગટ્ઠા જામી જવાના કારણે આવે છે. શિયાળામાં શરીરમાં ફાઈબ્રિનોજેનનું સ્તર 23 ટકા વધે છે. આ સિવાય પ્લેટલેટ કાઉન્ટ પણ વધી જાય છે અને તેનાથી લોહી જામી જવાથી એટેક આવવાની શક્યતાઓ વધે છે.
  • શક્ય હોય તો શિયાળામાં સૂરજ ઉગતા પહેલા બહાર જવાનું ટાળો. જો જાઓ તો માથાના ભાગને ઢાંકીને રાખો તે પણ જરૂરી છે.
  • વિટામિન ડીની ખામી એ કારકોમાંથી એક છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. શિયાળાની સીઝનમાં વિટામીન ડી લેવું જોઈએ. તડકામાંથી વિટામિન ડી મળી રહ્યું નથી તો તેની જગ્યા સપ્લીમેન્ટને આપો.
  • શરીર પર ઉની કપડા પહેરવાનું રાખો. તેનાથી ઠંડી ઓછી લાગશે. જરૂર વિના બહાર જવાનું ટાળો તે યોગ્ય રહેશે. ખાસ કરીને જ્યારે ધુમ્મસ હોય ત્યારે બહાર ન જાઓ.
  • ઘરમાં નાની મોટી કસરત કરો અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખો.
  • તમે બીપી કે હાઈપર ટેન્શનની દવાઓ લો છો તો તેના સમયમાં ચૂક ન રાખશો.  

  • Follow us on: