• લીમડાના પાન વાળને કાળા કરવામાં કરશે મદદ
  • નારિયેળ તેલ, કાળી ચાનો ઉપાય પણ કારગર સાબિત થશે
  • આમળા, અલોવેરા અને જાસૂદના ફૂલ વાળને કરશે કાળા

ચહેરાની સુંદરતામાં વાળનું યોગદાન મહત્ત્વનું છે. દરેક વ્યક્તિને લાંબા, કાળા અને ભરાવદાર વાળ પસંદ હોય છે. તેમાં સફેદ વાળની સમસ્યા સામે આવી જાય તો મુશ્કેલી વધી જાય છે.પહેલા સફેદ વાળ ફક્ત વૃદ્ધ લોકોમાં જોવા મળતા પણ હવે ઓછી ઉંમરના લોકોમાં પણ તે જોવા મળે છે. વાળના સફેદ થવા પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેમ કે ખરાબ લાઈફ સ્ટાઈલ, અનહેલ્ધી ખાનપાન, આનુવંશિકતાની સાથે મેડિકલ કંડીશન પણ જવાબદાર છે. અનેકવાર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ વાળ સફેદ થાય છે. જો વાળ સફેદ થાય તો મોંઘા અને કેમિકલ યુક્ત પ્રોડક્ટને બદલે ઘરેલૂ અને નેચરલ રીત અપનાવી શકાય છે.

લીમડાના પાન

તેમાં અનેક ઔષધિય ગુણ છે અને તેનો ઉપયોગ અનેક બીમારી માટે કરાય છે. લીમડાના પાન લાંબા વાળને સરળતાથી કાળા કરે છે. આ માટે તમે આમળા અને બ્રાહ્મી પાવડર લો અને પછી 2 ચમચી આમળા પાવડર લો અને 2 ચમચી બ્રાહ્મી પાવડર લો. આ મિશ્રણમાં લીમડના પાનને પીસી લો. હવે તેમાં પાણી મિક્સ કરો અને તેની પેસ્ટ વાળમાં લગાવો. 1 કલાક બાદ તેને ધોઈ લો.

નારિયેળનું તેલ

તેને વાળ માટે સારું માનવામાં આવે છે. તેનાથી સફેદ વાળને કાળા કરી શકાય છે. વાળ સફેદ થઈ રહ્યા છે તો એક બાઉલમાં નારિયેળનું તેલ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો.સ્કેલ્પથી વાળના મૂળ સુધી તેને લગાવો. હવે 1-2 કલાક સુધી તેને લગાવીને રાખો પછી ધોઈ લો. અઠવાડિયામાં જ્યારે પણ હેરવોશ કરો ત્યારે આ ઉપાય અજમાવો. તેનાથી વાળ નેચરલ રીતે કાળા થશે.

કાળી ચાનો ઉપયોગ

ચાનો ઉપયોગ ફક્ત ચા બનાવવા માટે કરાતો નથી પણ અનેક વાર બ્યુટી પ્રોડક્ટના રૂપમાં પણ તેનો ઉપયોગ કરાય છે. સફેદ વાળને કાળા કરવા માટે એક ગ્લાસ પાણીમાં ચાને ઉકાળી લો અને તેને ગાળીને અલગ રાખો અને ઠંડું થવા દો. વાળમાં તેને સારી રીતે લગાવો. 1 કલાક સુધી તેને લગાવીને રાખ્યા બાદ હેરવોશ કરો. સફેદવાળથી રાહત મેળવવા અઠવાડિયામાં 1 વાર તેનો ઉપયોગ કરો.

જાસૂદ વાળને કાળા કરશે

જાસૂદના ફૂલ જોવામાં સુંદર અને સારા લાગે છે તેટલા જ વાળને માટે લાભદાયી પણ રહે છે. તે વાળનો ગ્રોથ વધારે છે અને સાથે વાળ મજબૂત કરે છે. જાસૂદના ફૂલથી વાળને કાળા કરવા માટે ફૂલને રાતભર પાણીમાં ફૂલાવીને રાખો અને પછી તે પાણીથી બીજા દિવસે વાળ ધોઈ લો. તમે મહેંદીનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં પણ આ પાણી મિક્સ કરી શકાય છે.

આમળા

આમળા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમામ બીમારીમાં ઘરેલૂ નુસખામાં આમળાનો ઉપયોગ કરી શકાય છે. આમળા વિટામિન સી, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડન્ટ્સ, આયર્ન, પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ફાયદો કરે છે. તે વાળને કાળા કરે છે. 3-4 ચમચી આમળાના ટુકડાને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડું કરો. આ મિશ્રણનો વાળમાં ઉપયોગ કરો. અઠવાડિયામાં 2 વાર વાળમાં તેનો ઉપયોગ કરો.

અલોવેરા

અલોવેરામાં અનેક ઔષધિય ગુણ હોય છે, તે તમારી સ્કીનને ફાયદો કરે છે અને સાથે તે શારીરિક સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. અલોવેરા વાળને કાળા કરે છે અને વાળ થોડા સફેદ હોય તો પણ તમે અલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. 

  • Follow us on: