• કર્ણાટકના મટ્ટૂ બીચની લો મુલાકાત
  • તિરુવનમિયૂર બીચ પર સૂર્યોદય અને સૂર્યાસ્તની અલગ મજા
  • બેતાલબટીમ બીચની રેતી, સૂર્યાસ્ત અને ડોલ્ફિંગ સ્પોટ જાણીતા

આપણે અનેક લોકો અનેકવાર બીચ પર ફરવાનો પ્લાન કરતા હોય છે. પણ શું તમે ક્યારેય રાતના સમયે ચમકતા બીચની મજા લીધી છે. જો તમે આવા બીચની મજા લેવા ઈચ્છો છો અને સાથે ચમકતી રેતીની મજા લેવા ઈચ્છો છો તો તમે વિદેશમાં નહીં પણ દેશમાં જ મજા માણી શકશો. પરંતુ ભારતમાં અનેક એવા સમુદ્રી તટ છે જે રાતના સમયે ચમકે છે અને સાથે જ તેનું સૌંદર્ય રાતના સમયે તેની ચરમસીમાએ હોય છે. આ બીચ પર કેમિકલ રિએક્શનના કારણે આ દ્રશ્યો જોવા મળે છે. તો જાણો કયા બીચ છે જે રાતના સમયે ચમકે છે અને તમે અહીં જવાનો પ્લાન કરી લો.

કર્ણાટકના મટ્ટૂ બીચની લો મુલાકાત

કર્ણાટકના મટ્ટૂ બીચ આ રાજ્યના જાણીતા ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. આ બીચ ઉદુપીથી 10 કિલોમીટરના અંતરે છે. રાતના સમયે આ બીચની સુંદરતા પોતાની આંખથી જોવી એ સ્વપ્નલોકમાં મુસાફરી કરવા સમાન છે. મળતી માહિતી અનુસાર આ બીચ સી સ્પાર્કલ નામના સમુદ્રી જીવના કારણે રાતે ચમકે છે.

લક્ષદ્વીપનો બંગારમ આયરલેન્ડ

આંસુના આકારનો આ દ્વીપ અરબ સાગરમાં લક્ષદ્વીપ સમૂહનો એક ભાગ છે. એલ્ગી અને અનેક સમુદ્રી ઓર્ગેનિઝમ્સ જેવા જેલીફિશના પાણીમાં હોવાના કારણે બંગારમ બીચ રાતના સમયે ચમકે છે. તેને જોવાનું પોતાનામાં ખાસ છે.

બેતાલબટીમ બીચ, ગોવા

ગોવાનો આ બીચ સાફ સુંદર અને શાંતિભરેલા માહોલ વાળો છે. આ દક્ષિણ ગોવામાં છે. આ કોલ્વા અને મજોર્દા બીચની વચ્ચે છે. આ બીચની સફેદ રેતી, સુંદર સૂર્યાસ્ત અને ડોલ્ફિંગ સ્પોટિંગ તેની ખાસિયતોની ગણતરીમાં આવે છે. આ બીચનો કિનારો રાતના સમયે ગ્લો કરવા લાગે છે તેના કારણે એલ્ગીની હાજરી રહે છે.

તિરુવનમિયૂર બીચ, ચેન્નઈ

ચેન્નઈના સૌથી જાણીતા બીચની ગણતરીમાં આ બીચ આવે છે. વર્ષ 2019થી અહીં રાતના સમયે ચમક જોવા મળે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો પણ એક અલગ મજા છે. આ એક સાધારણ દેખાતો અને અલૌકિક કરી દેનારો સમુદ્રતટ છે.

હેવલોક આયલેન્ડ, અંડમાન

અંડમાનમાં અનેક સમુદ્રી કિનારા છે જે સુંદર છે. અહીં પહોંચવાનો ખાસ અનુભવ છે. પણ હેવલોક આયલેન્ડની વાત અલગ છે. આ બીચ પર રાતે સુંદર ગ્લો જોવા મલે છે. ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરીમાં અહીં ફરવાની મજા લઈ શકાય છે. અહીં નાના સમુદ્રી જીવ તેના રાતમાં ચમકવાનું કારણ છે. 

  • Follow us on: