• કેરળનું વાયનાડ બનશે બેસ્ટ ડેસ્ટિનેશન
  • હમ્પી, ગોવામાં પણ પર્યટકોને મળશે ખાસ અનુભવ
  • કાશ્મીરની ટ્રીપ સાથે લક્ષદ્વીપ પણ હનીમૂન માટે બેસ્ટ રહેશે

લગ્નની સીઝન ચાલી રહી છે. આ માટે ચારેતરફ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. કપલ્સ લગ્નની તૈયારીમાં જોડાયેલા રહે છે. તો હાલમાં પરણેલા કપલ્સ હનીમૂનની તૈયારીમાં જોડાયેલા રહે છે. આ માટે કપલ્સે માર્ચનો મહિનો પસંદ કર્યો છે. ડેસ્ટિનેશનને લઈને કપલ્સ હંમેશા દુવિધા અનુભવે છે. જો તમે માર્ચમાં હનીમૂન સેલિબ્રેટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો દેશના કેટલાક ડેસ્ટિનેશન બેસ્ટ બની રહે છે. તો જાણો કયા સ્થળોએ તમે તમારા હનીમૂનને પ્લાન કરી શકો છો.

લક્ષદ્વીપ

જો તમે માર્ચમાં પાર્ટનરની સાથે કોઈ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર જઈને હનીમૂન સેલિબ્રેટ કરવા ઈચ્છો છો તો તમે લક્ષદ્વીપ જઈ શકો છો. અહીં ફરવા માટે મિનિકોય દ્વિપ, બાંગરમ દ્વીપ, કાવરત્તી દ્વીપ, કલ્પેની દ્વીપ, મરીન સંગ્રહાલય, કદમત આઈલેન્ડની જગ્યાઓની પસંદગી કરો.

વાયનાડ

તમે હનીમૂન સેલિબ્રેશનને માટે કેરળ જઈ શકો છો. કેરળ પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેને હનીમૂન, બેબીમૂન, પ્રી વેડિંગ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. આ માટે તમે વાયનાડની પસંદગી કરી શકો છો.

હમ્પી

પર્યટકોને માટે હમ્પી આકર્ષણનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં પર્યટકો અહીં ફરવા આવે છે. તમે પાર્ટનરની સાથે હનીમૂન સેલિબ્રેશન કરીને હમ્પી જઈ શકો છો. ખાસ કરીને માર્ચ મહિનો હમ્પીમાં ખાસ હોય છે. આ મહિનામાં અહીં સીઝન સારી રહે છે.

કાશ્મીર

કાશ્મીરની ધરતીને સ્વર્ગ કહેવાય છે. અહીં ફરવા માટે અનેક પ્રમુખ પર્યટન સ્થળ છે. જો તમે હનીમૂનને યાદગાર બનાવવા માટે કાશ્મીરની પસંદગી કરો છો તો તે બેસ્ટ ઓપ્શન હશે. માર્ચમા ટ્યુલિપ ગાર્ડન પણ ખુલ્લું રહે છે. તમે પાર્ટનરની સાથે ટ્યુલિપ ગાર્ડનમાં ફરી શકો છો. સાથે જ બોટિંગની મજા પણ લઈ શકશો.

ગોવા

ગોવા પર્યટનને માટે પ્રમુખ સ્થળ છે. આ સીઝનમાં દેશ વિદેશથી પર્યટકો અહીં ફરવા આવે છે. હનીમૂન સેલિબ્રેશનને માટે ગોવાની પસંદગી કરી શકાય છે. ગોવાના બીચ પર સાંજના સમયમાં પાર્ટનરની સાથે બીચ વોકની મજા પણ લઈ શકાય છે.  

  • Follow us on: