- 1992માં બનેલું અક્ષરધામ નક્શી કામ અને શાનદાર વાસ્તુકલા માટે જાણીતું
- 1498માં બનેલી અડાલજની વાવ સોલંકી શૈલીની શાનદાર વાસ્તુકલા માટે પ્રસિદ્ધ
- સરિતા ઉદ્યાનને ગુજરાતના ફેમસ પિકનિક સ્પોટમાં ગણવામાં આવે છે
ગુજરાતની ગણતરી દેશના વિકસિત રાજ્યોમાં કરાય છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરનું નામ દેશની સુંદર જગ્યામાં જાણીતું છે. પણ શું તમે આ સ્થળને જાણો છો. જો તમે ગુજરાતની ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો તમે ગાંધીનગરની કેટલીક જગ્યાઓને જોવાનું ચૂકશો નહીં. ગુજરાતની મુલાકાત લેનારા લોકો ગાંધીનગરને પણ એક્સપ્લોર કરવાનું પસંદ કરે છે. તો જાણો ગાંધીનગરની કેટલીક જાણીતી ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સના નામ. જ્યાં તમે તમારી ટ્રીપને એન્જોય કરી શકો છો.
અક્ષરધામ મંદિર
ગુજરાતનું જાણીતું અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં આવેલું છે. 1992માં બનેલા આ મંદિરને સુંદર નક્શી કામ અને શાનદાર વાસ્તુકલા માટે જાણીતું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન સ્વામી નારાયણને સમર્પિત છે. તો આ મંદિરમાં 200થી વધુ દેવી દેવતાની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. જો કે સોમવારના દિવસે અક્ષરધામ મંદિર બંધ રખાય છે. એવામાં મંગળવારથી રવિવારની વચ્ચે 9.30થી 7.30 સુધી ક્યારેય પણ આ મંદિરના દર્શન કરી શકાય છે.
અડાલજ સ્ટેપવેલ
અડાલજ વાવને આસપાસના વિસ્તારમાં પાણીના સંકટને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. 1498માં બનેલી આ વાવ સોલંકી શૈલીની શાનદાર વાસ્તુકલા માટે જાણીતી છે. 5 માળની ઊંડી વાવમાં નીચે જવા માટે સીડી બની છે. અડાલજની વાવની મુલાકાત લેવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધીનો છે.

સરિતા ઉદ્યાન
ગાંધીનગરમાં આવેલા સરિતા ઉદ્યાનને ગુજરાતના ફેમસ પિકનિક સ્પોટમાં ગણવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે વસેલા આ ઉદ્યાનમાં તમે રંગબેરંગી ફૂલની સાથે સુંદર પક્ષીઓ અને મોર જોવાની મજા માણી શકો છો. તો સાથે તમે સરિતા ઉદ્યાનને માટે 1 કલાકનો સમય ફાળવીને શાંતિ માણી શકશો.
ત્રિમંદિર
ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ત્રિમંદિરમાં તમે જૈન ધર્મની સાથે સાથે વૈષ્ણવ ધર્મની ઝલક પણ જોઈ શકો છો. આ મંદિરમાં મહાવીર જૈનથી લઈને ભગવાન શિવ અને વિષ્ણુના અનેક અવતારની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. તો મંદિર પરિસરમાં ભવ્ય ફુવારા અને મિની થિયેટર પણ છે. ત્રિમંદિર સવારે 5.30થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
દાંડી કુટિર સંગ્રહાલય
ગાંધીનગરમાં સ્થિત દાંડી કુટિર સંગ્રહાલય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે. આ સંગ્રહાલયમાં દાંડી માર્ચ કે સવિનય અવજ્ઞા આંદોલનના ચિત્રોના માધ્યમથી દર્શાવાયું છે. દાંડી કુટિર સંગ્રહાલય સવારે 10.30થી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
સંત સરોવર બંધ
ગાંધીનગરમાં આવેલું સંત સરોવર બંધ સાબરમતી નદી પર બનાવાયો છે. આ ઉદ્યાનથી થોડે દૂરના અંતરે આ બંધમાં અનેક શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવે છે. સાથે જ ગાંધીનગરમાં પિકનિક કે વીકેન્ડ એન્જોય કરવા માટે પણ સંત સરોવર બંધની સેર બેસ્ટ બને છે.