• IRCTCની મદદથી કરી લો નેપાળની ટૂર
  • આ પેકેજ 6 દિવસ અને 5 રાત માટે રહેશે
  • એક વ્યક્તિ માટે 31000 રૂપિયા ચૂકવવાના રહેશે

નેપાળ ટૂરિસ્ટ માટે એક શાનદાર જગ્યા છે. નેપાળમાં પ્રકૃતિની સુંદરતા સિવાય અનેક ધાર્મિક સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે. અહીં જઈને તમે એડવેન્ચર અને પ્રકૃતિની મજા લઈ શકો છો. જો તમે ઓછા બડેટમાં નેપાળની મજા લેવા ઈચ્છો છો તો IRCTC ભોપાલથી નેપાળની ધાર્મિક યાત્રા માટે એક ખાસ પેકેજ લાવ્યું છે. જેમાં તમે કાઠમાંડૂ અને પોખરા ફરવાની મજા પણ લઈ શકશો.

શું છે પેકેજનું નામ

આ પેકેજનું નામ Best of Nepal Ex Delhi રાખવામાં આવ્યું છે. પેકેજની શરૂઆત દિલ્હીથી થશે. 6 દિવસ અને 5 રાતના આ ટૂર પેકેજની શરૂઆત 30 માર્ચ 2023થી થશે. આ પેકેજેમાં ફ્લાઈટમાં દિલ્હીથી કાઠમાંડુ લઈ જવાશે. આ પછી પરત આવતી સમયે પણ કાઠમાંડૂથી દિલ્હી ફ્લાઈટમાં આવવાનું રહેશે. પેકેજમાં ફલાઈટનું ભાડું, બસ, હોટલ, ફૂડ, ગાઈડ અને ઈન્શ્યોરન્સની સુવિધા સામેલ છે.

 

જાણો ટૂર પેકેજના રેટ્સ

પેકેજના ખર્ચની વાત કરીએ તો કમ્ફર્ટ ક્લાસમાં ટ્રિપલ કે ડબલ ઓક્યુપસી પર પ્રતિ વ્યક્તિ 31000 રૂપિયા ખર્ચ થશે. તો સિંગલ ઓક્યુપસીનો પ્રતિ વ્યક્તિ ખર્ચ 40000 રૂપિયા છે. 2-11 વર્ષના બાળકો માટે બેડ સાથે 30000 રૂપિયા અને બેડ વિના 24000 રૂપિયા ચૂકવવાના રહેશે.

ટૂર પેકેજની ખાસ વાતો

  • પેકેજનું નામ- Best of Nepal Ex Delhi (NDO04)
  • કેટલા દિવસની રહેશે ટૂર - 6 દિવસ અને 5 રાત
  • ટૂર શરૂ થવાની તારીખ - 30 માર્ચ 2023
  • મીલ પ્લાન- બ્રેકફાસ્ટ અને ડિનર
  • ટ્રાવેલિંગ મોડ - ફ્લાઈટ

કેવી રીતે કરાવી શકાશે બુકિંગ

આ ટૂર પેકેજ માટે બુકિંગ યાત્રી IRCTCની વેબસાઈટ irctctourism.com પર ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. 

  • Follow us on: