• 43 ફ્લોરની હોટલમાં 90 સ્વીમિંગ પુલ
  • અરબ સાગર અને પામ આઈલેન્ડના દ્રશ્યોની મળશે મજા
  • એક રાત માટે ચૂકવવા પડશે અંદાજે 81 લાખ રૂપિયા

શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘું રિસોર્ટ ક્યાં છે અને તેમાં રહેવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. નહીં ને... તો જાણો આ સૌથી મોંઘા રિસોર્ટનું નામ અટલાટિંસ રોયલ રિસોર્ટ છે. તે અલ્ટ્રા લક્ઝરી રિસોર્ટ દુબઈના એટલાંટિસ રોયલ હોટલમાં આવેલું છે. હાલમાં તૈયાર થયેલા આ રિસોર્ટના ઓપનિંગ માટે ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલી અમેરિકી પોપ સિંગર બિયાંસેને બોલાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તેઓએ પરફોર્મન્સ માટે 24 મિલિયન ડોલર એટલે કે લગભગ 194 કરોડ રૂપિયા લીધા હતા. ઉલ્લેખનીય છે કે હોટલના આ રિસોર્ટમાં તેમના રોકાવવાની વ્યવસ્થા કરાઈ હતી અને તેને દુનિયાનો સૌથી મોંઘો રિસોર્ટ ગણાવવામાં આવે છે.

કેટલું છે એક રાતનું ભાડું

બુર્ઝ ખલીફોના માટે જાણીતા દુબઈમાં આ રિસોર્ટ આવેલો છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ રિસોર્ટમાં એક રાત વીતાવવા માટે 1 લાખ ડોલર એટલે કે લગભગ 81 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. અહીં એક રાતનું ભાડું એટલું છે કે એટલામાં તમે ઘર, ફ્લેટ, કાર વગેરે ખરીદી શકો છો.


ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે બુકિંગ

અટલાન્ટિસ રોયલ હોટલમાં રૂમના બુકિંગ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. હોટલના આ મોંઘા રિસોર્ટમાં 4 બેડરૂમની સુવિધા છે. સાથે જ પ્રાઈવેટ ટેરેસ, સમુદ્રી દ્રશ્યોની મજા, એક ઇન્ફિનિટી પૂલની સુવિધા પણ છે. આ સિવાય અહીં 100 વર્ષ જૂના ઝાડ પણ લગાવવામાં આવ્યા છે.

હોટલમાં બનાવાયા છે 90 પૂલ

હોટલમાં 2 ફ્લોર પર આ રોયલ રિસોર્ટ તૈયાર કરાયું છે જેમાં 18 રૂમ બનાવાયા છે. તેમાં એક પ્રાઈવેટ હોલની પણ સુવિધા છે. અહીંથી અરબ સાગર અને પામ આઈલેન્ડના સુંદર દ્રશ્યોનો આનંદ લઈ શકાય છે. અટલાંટિસ રોયલ હોટલમાં 43 ફ્લોર છે. હોટલમાં 90 સ્વિમિંગ પુલ બનાવાયા છે.  

  • Follow us on: