• 3-5 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ફેસ્ટિવલ
  • મિસ્ટર ડેઝર્ટ, પાઘડી બાંધ, ઊંટ દોડ, ફાયર ડાન્સ મળશે જોવા
  • કેમલ સફારી, મોટર પેરાગ્લાઈડિંગ, હેલિકોપ્ટરની સવારીની માણી શકશો મજા

જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જેસલમેરના થાર રેગિસ્તાનમાં આયોજિત કરાય છે. આ વખતે તે 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉત્સવ જેસલમેર શહેરથી લગભગ 42 કિમી દૂર સેમ ડ્યૂન્સમાં થાય છે. તેનું આયોજન રાજસ્થાન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. હિંદુ માઘ મહિનામાં પૂર્ણિમાના 3 દિવસ પહેલા આ ફેસ્ટિવલ શરૂ થાય છે. તેમાં ખાવા પીવાથી લઈને રહેવા અને મોજ મસ્તીની પણ સુવિધાઓ મળી રહે છે. જેસલમેરના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારત જ નહીં દુનિયાના લોકો મોટી સંખ્યામાં આવે છે.

જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ

ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેરનો એક શાનદાર ફેસ્ટિવલ છે જે શહેરથી લગભગ 42 કીમી દૂર સેમ ડેઝર્ટમાં ફેબ્રુઆરીમાં આયોજિત કરાય છે. રાજસ્થાન પર્યટન વિભાગ દ્વારા આયોજિત આ 3 દિવસીય ફેસ્ટિવલ છે. દુનિયાના પર્યટક જેસલમેરના આ પ્રસિદ્ધ ફેસ્ટિવલને જોવા આવે છે. સોનાર દુર્ગ એટલે જેસલમેર કિલ્લાથી સવારે નકીળતી શોભાયાત્રા આ ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ છે. જેમાં બીએસએફની કેમલ માઉન્ટ બેન્ડ, રાજસ્થાની પરિવેશમાં સજેલા જવાન, લોક કલાકારોના ખાસ કરતબ પણ જોવાની મજા છે.


ડેઝર્ટ ફેસ્ટિવલમાં આ વખતે શું ખાસ જોવા મળશે

આ ફેસ્ટિવલમાં થનારી લાંબી મૂંછ, મિસ્ટર ડેઝર્ટ, પઘડી બાંધ, ઊંટ દોડ અને ફાયર ડાન્સ જેવી પ્રતિયોગિતા ફેસ્ટિવલને રોમાંચક બનાવે છે. ભારત સિવાય દેશ વિદેશથી આવેલા આર્ટિસ્ટ પણ આ ફેસ્ટિવલમાં પોતાની કળાનું પ્રદર્શન કરે છે. આ સિવાય સાજ સજ્જાવાળા ઊંટના કરતબ જોવા મળશે. આ એક અલગ એક્સપીરિયન્સ સાબિત થશે. જો તમને એડવેન્ચર પસંદ છે તો તમે અહીં કેમલ સફારી, મોટર પેરાગ્લાઈડિંગ, હેલિકોપ્ટરની સવારી જેવી એક્ટિવિટી કરી શકશો. આ સિવાય પોલો રમવાથી લઈને ડેઝર્ટ સફારીની મજા લઈ શકાશે.

કેવી રીતે પહોંચશો જેસલમેર

  • હવાઈ માર્ગ- જેસલમેરથી નજીકનું એરપોર્ટ જોધપુર છે જે અહીંથી 294 કીમીના અંતરે છે. એરપોર્ટથી ટેક્સી, કેબ, બસની સુવિધા રહે છે. જેનાથી સરળતાથી પહોંચી શકાશે.
  • ટ્રેન માર્ગ- દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરથી ડાયરેક્ટ જેસલમેરને માટે સીધી ટ્રેન જાય છે.
  • રોડ માર્ગ - જેસલમેર નેશનલ હાઈવે 15 સાથે જોડાયેલું છે. સાથે દિલ્હી અને અમદાવાદથી વોલ્વો બસની સેવા પણ છે. જે રાજસ્થાનના અન્ય શહેરથી જેસલમેરને જોડે છે. 

  • Follow us on: