- અમૃત ઉદ્યાનમાં કુલ 10 બગીચા છે
- ગાર્ડનમાં 138 પ્રકારના ગુલાબ હશે
- 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ફ્રીમાં લઈ શકાશે મુલાકાત
રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરી દેવાયું છે. અમૃત મહોત્સવના આધારે આ ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં અનેક પ્રકારના ફૂલોને એકસાથે જોઈ શકાય છે. દર વર્ષે વસંતની સીઝનમાં આ ગાર્ડનને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ 29 જાન્યુઆરીએ ઉદ્યાન ઉત્સવની શરૂઆત કરશે. સામાન્ય લોકો આ ગાર્ડનને 31 જાન્યુઆરીથી જોઈ શકશે. તમે 26 માર્ચ સુધી ગમે ત્યારે અહીં જવાનો પ્લાન બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે સામાન્ય જનતા માટે પહેલી વાર ભારત દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે આ ગાર્ડનને ખોલાવ્યું હતું. અહીં બ્રિટિશ અને મુઘલ બંને પ્રકારના ગાર્ડનની ઝલક જોવા મળે છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ કરનારા આર્કિટેક્ટ એડવિન લુટિયંસે તેને બનાવ્યું હતું.
અમૃત ઉદ્યાનની ખાસિયત
રાષ્ટ્રપતિ ભવનની અંદર રહેલું અમૃત ઉદ્યાન કુલ 15 એકરમાં ફેલાયેલું છે. તેમાં 10થી વધારે બગીચા છે. જેમાં ગુલાબ સિવાય અનેક પ્રકારના ફૂલ, સેન્ટ્રલ લોન એન્ડ લૉગ, સર્ક્યુલર, સ્પિરિચવલ, હર્બલ, બોન્સાઈ, કેક્ટસ, નક્ષત્ર ગાર્ડન સામેલ છે. એટલું નહીં તેના સિવાય લગભગ 160 પ્રકારના 5 હજારના ઝાડ છે.
દરેક છોડની પાસે લગાવાશે ક્યૂઆર કોડ
રાષ્ટ્રપતિની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નવિકા ગુપ્તાએ કહ્યું કે મુઘલ ગાર્ડનમાં આવનારા લોકોની સુવિધા માટે અનેક ફેરફાર કર્યા છે. જે તમામ છોડની પાસે ક્યૂઆર કોડ લગાવાશે. જેને સ્કેન કરીને તમે એ છોડ સંબંધી તમામ જાણકારી મેળવી શકો છો. આ સાથે જ 20 પ્રોફેશનલ્સ પણ રખાશે. જે અહીં આવનારાને ગાર્ડનને વિશેની જાણકારી આપશે.
ગાર્ડનમાં 138 પ્રકારના ગુલાબ
અમૃત ઉદ્યાનને 15 એકરમાં ફેલાવવામાં આવ્યું છે. તેમાં 138 પ્રકારના ગુલાબ જોઈ શકશો. 10 હજારથી વધારે ટ્યુલિપની વેરાયટી છે અને 70 અલગ અલગ પ્રકારના લગભગ 5 હજાર સીઝનલ ફૂલ પણ ઉદ્યાનની શોભા વધારે છે.
ફ્રી છે એન્ટ્રી
અમૃત ઉદ્યાનમાં એન્ટ્રી ફ્રી છે. અહીં તમે ફેમિલિ, ફ્રેન્ડ્સની સાથે રૂપિયાના ટેન્શન વિના ફરી શકો છો. તો તમે અહીં ફરવાનો પ્લાન કરી શકો છો.
કેવી રીતે પહોંચશો
અમૃત ઉદ્યાન પહોંચવા માટે બેસ્ટ ઓપ્શન મેટ્રો છે. અહીં પહોંચવા માટે સૌથી પહેલા મેટ્રો સ્ટેશન સેન્ટ્રલ સેક્રેટેરિએટ છે.
શું રાખશો ધ્યાન
- સામાન્ય લોકો માટે આ 31 જાન્યુઆરીથી ખોલાશે અને 26 માર્ચ સુધી ખુલ્લું રહેશે, અહીં ફેબ્રુઆરીથી લઈને માર્ચમાં નિર્ધારિત દિવસ સુધી ફરવા જઈ શકાય છે. આ પછી અહીંનો દરવાજો બંધ થઈ જાય છે.
- અમૃત ઉદ્યાન સોમવારે બંધ રહે છે અને આ દિવસે અહીં ન જાઓ. આ સિવાય અહીં હોળી પર બંધ રહેશે.
- અહીં ખાવા પીવાનો સામાન લઈને જવાની સખત મનાઈ છે.