• બ્રેકફાસ્ટ અને ડિનરની પણ મળશે સુવિધા
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને સોમનાથની માણો મજા
  • રૂપિયા 42,560માં માણી શકશો શાનદાર સફર

ગુજરાત ફરવાને માટે પરફેક્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ગુજરાતના આકર્ષણના કારણે તેને 'દ લેન્ડ ઓફ લીજેન્ડ્સ' પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં તમને અનેક દર્શનીય સ્થળ અને મનમોહક ઝીલ જોવા મળી જશે. જો તમે ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે આઈઆરસીટીસીના આ ટૂર પેકેજનો લાભ લઈ શકશો.

પેકેજની ડિટેલ્સ

પેકેજનું નામ - Dekho Apnd Desh Vibrant Gujarat

પેકેજનો સમય - 6 રાત - 7 દિવસ

 

ટ્રાવેલ મોડ- ફ્લાઈટ

ડેસ્ટિનેશન કવર્ડ- અમદાવાદ, વડોદરા, રાજકોટ, દ્વારકા, સોમનાથ, પોરબંદર

મળશે આ સુવિધા

1. રહેવા માટે હોટલની સુવિધા મળશે.

2. 6 બ્રેકફાસ્ટ, 6 ડિનરની મળશે સુવિધા

3. ફરવા માટે એસી બસની સુવિધા પણ મળશે

4. તમને ટ્રાવેલ ઈન્શ્યોરન્સની પણ સુવિધા મળશે.

યાત્રામાં થશે કેટલો ખર્ચ

1. જો તમે આ ટ્રિપ પર એકલા સફર કરી રહયા છો તો તમારે 42560 રૂપિયા ચૂકવવાના રહેશે.

2. આ સિવાય જો તમે 2 વ્યક્તિ ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો તમારે 34000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાના રહેશે.

3. લોકો માટે તમારે પ્રતિ વ્યક્તિ 32750 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે.

4. બાળકો માટે તમે અલગથી પેમેન્ટ કરશો. બેડની સાથે (5-11 વર્ષના બાળકો) 29580 અને બેડ વિના 27420 રૂપિયા ચૂકવવાના રહેશે.

IRCTCએ ટ્વિટ કરીને આપી છે જાણકારી

આ ટૂર પેકેજની જાણકારી એક ટ્વિટ કરીને આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે જો તમે આ પેકેજનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે ધ્યાન રાખવું કે આ ટૂર 24 માર્ચથી શરૂ થશે. 

  • Follow us on: