- સીલેન્ડમાં રહે છે 27 લોકો
- સફોલ્કથી 10 કિમીના અંતરે છે આ દેશ
- એક કિલ્લા પર વસેલો છે ખંડેર દેશ છે
દુનિયામાં ચીન સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ છે. પણ શું તમને ખ્યાલ છે કે અહીં ફક્ત 27 લોકો રહે છે. આ વાત જાણીને તમને કદાચ નવાઈ લાગે તે શક્ય છે. પરંતુ આ સંપૂર્ણ સત્ય છે. દુનિયાના સૌથી નાના દેશ ઈંગ્લેન્ડની પાસે એક દેશ છે જેનું નામ સીલેન્ડ છે. ઈંગ્લેન્ડના સફોલ્કની વચ્ચેથી લગભગ 10 કિમીની દૂરી પર આ દેશ આવેલો છે. આ દેશ એક કિલ્લા પર વસેલો છે જે ખંડેર થઈ ચૂક્યો છે.
જાણો કોણે કર્યું હતું આ કિલ્લાનું નિર્માણ
દ્વિતિય વિશ્વયુદ્ધના સમયે બ્રિટને આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. બ્રિટને બાદમાં આ કિલ્લાને ખાલી કરાવી દીધો હતો. ત્યારથી સીલેન્ડ પર અલગ અલગ લોકોનો કબ્જો રહ્યો છે. આ દેશને માઈક્રો નેશન કહેવામાં આવે છે. લગભગ 13 વર્ષ પહેલા 9 ઓક્ટોબર 2012ના રોય બેટ્સ નામના એક વ્યક્તિએ પોતાને સીલેન્ડના પ્રિન્સ તરીકે જાહેર કર્યો હતો. બેટ્સના મોત બાદથી તેની પર તેમના દીકરા માઈકલનું રાજ છે. સૌથી નાના દેશને માઈક્રો નેશન કહેવાય છે અને તેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી. આ કોઈ દેશનો ભાગ નથી હોતા. સીલેન્ડનું કુલ ક્ષેત્રફળ 250 મીટર છે પરંતુ જર્જર સ્થિતિમાં પહોંચીને આ કિલ્લાને સીલેન્ડના સિવાય રફ ફોર્ટ કહેવાય છે.
સીલેન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા ન મળ્યા બાદ અહીં પોતાની મુદ્રા અને સ્ટેમ્પ ટિકિટ છે. સીલેન્ડનું ક્ષેત્રફળ ઘણું ઓછું છે, જેના કારણે તેની આસપાસ આજીવિકાનું કોઈ સાધન નથી. ઉલ્લેખનીય છે કે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને દેશને વિશે જાણકારી મળી તો લોકો અહીં રહેનારા લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. તેઓએ ખૂબ દાન આપ્યું. અહીંના લોકોને આ દાનથી આર્થિક મદદ મળી. આ પછી અહીંના લોકોનું જીવન ચાલવા લાગ્યું.
ટૂરિસ્ટ આવતા સ્થાનિકોને થાય છે કમાણી
અહીં ફરવા આવનારા લોકોના કારણે અહીંના સ્થાનિકોની કમાણી વધે છે. આ માઈક્રો નેશનની પાસે પોતાનું હેલીપેડ પણ છે. ગેરમાન્યતા પ્રાપ્ત દેશમાં સીલેન્ડ ભલે નાનો દેશ છે પણ વેટિકન સીટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. યૂરોપીયન કંટ્રી વેટિકન સીટી, ઈટલીની રાજધાની રોમની વચ્ચે વસેલું છે જેનું ક્ષેત્રફળ 0.44 સ્ક્વેયર કિમી એટલે કે અડધા કિલોમીટરથી પણ ઓછી છે. અહીં પોપનું રાજ છે.