- સિમ્પલ મેકઅપ સાથે મેળવો બેસ્ટ લૂક
- સાડીમાં પણ મળશે ખાસ લૂક
- સટલ મેકઅપ અને ખુલ્લા વાળમાં મળશે શાનદાર લૂક
ગઈકાલે ઐશ્વર્યા રાયે પોતાનો 49મો જન્મદિવસ ઉજવ્યો. આ સમયે તેણે કેટલાક ખાસ આઉટફિટ્સમાં પોતાના ફોટો શેર કર્યા છે. અનેક ફેન્સ ઐશ્વર્યાની એક ઝલક માટે આતુર રહે છે. આજે અમે અહીં ઐશ્વર્યાના એવા કેટલાક આઉટફિટ્સ લાવ્યા છીએ જેનાથી તમે તમારો ફેશન ગોલ સેટ કરી શકો છો. તો જુઓ કેટલાક ખાસ આઉટફિટ્સ.

રેડ શરારા અને કૂર્તી સૂટમાં ઐશ્વર્યા રાયનો આ લૂક ફેસ્ટિવ સીઝન માટે પરફેક્ટ છે. ન્યૂલી વેડિંગ મહિલાઓ માટે આ ડ્રેસ પરફેક્ટ સાબિત થઈ શકે છે. દિવાળીમાં તમે આ લૂક ટ્રાય કરીને વાહ વાહ કરી શકો છો.

ઓફ વ્હાઈટ કલરની ફ્લોર લેન્થ જરી વર્ક કૂર્તીમાં ઐશ્વર્યાનો રિચ લૂક કોઈ પણ ફંક્શન માટે શાનદાર રહેશે. એક્ટ્રેસે કાનમાં ઝુમકા અને કપાળમાં ચાંલ્લા સાથે લૂકને પરફેક્ટ કર્યો છે.

સાાડીમાં પણ ઐશ્વર્યાનો અંદાજ ખાસ જોવા મળે છે. હાથમાં વોચ સાથે એકટ્રેસે લૂકને એલિગન્ટ ટચ આપ્યો છે. ફેસ્ટિવલની સાથે કોઈ ઓફિશિયલ ઈવેન્ટ માટે પણ આ લૂક પરફેક્ટ રહેશે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડનું પાવર કપલ છે. બ્લૂ હેવી વર્ક આઉટફિટમાં એકટ્રેસનો સ્ટનિંગ લૂક કમાલ છે. તેની દીકરી પણ આ લૂકમાં ખાસ જોવા મળે છે.

આ રોયલ લૂકમાં ઐશ્વર્યાની સુંદરતા ખાસ રહે છે. સટલ મેકઅપ અને ખુલ્લા વાળમાં એક્ટ્રેસની સુંદરતા નીખરી રહી છે. તો સાથે ચંદ્ર હાર લૂકને વધારે હાઈલાઈટ કરી રહ્યો છે.