- કાચું દૂધ અને ચોખાના લોટનો નુસખો પણ રહેશે કારગર
- હળદર અને બેસનનો વર્ષો જૂનો ઉપાય અજમાવો
- ચહેરાની ટેનિંગને દૂર કરવામાં કેસરવાળું દૂધ મદદ કરી શકે છે
ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો ડર પણ સતાવવા લાગે છે. આ આકરી ગરમીના કારણે તમારી સ્કીન પર પણ અસર થાય છે. તડકાના કારણે સ્કીન પર ટેનિંગ થાય છે અને સ્કીન ડલ થવા લાગે છે. સ્કીનને ચમકીલી અને સ્વસ્થ રાખવા માટે ગરમીના દિવસોમાં કેટલાક ઘરેલૂ ઉપાયો કરી લેવાથી સુંદરતા જળવાઈ રહે છે અને ટેનિંગને દૂર કરી શકાય છે. તો જાણો સનટેનિંગને હટાવવા માટેના અસરકારક અને સસ્તા ઘરેલૂ નુસખા.
બટાકાનો રસ
તડકાના કારણે સ્કીનનો રંગ શ્યામ થયો છે તો બટાકાનો રસ ફાયદો આપશે. તેના ઉપયોગથી ચહેરાની કાળાશ દૂર થશે. આ રસ સ્કીન માટે ફાયદારૂપ માનવામાં આવે છે કેમકે તેમાં બ્લીચિંગના ગુણ હોય છે. બટાકાનો રસ ફેસ પર લગાવ્યા બાદ તેને ધોઈ લેવાથી ચહેરાને નિખાર મળશે.
કાચું દૂધ અને ચોખાનો લોટ
સ્કીનની સફાઈ માટે દૂધ ફાયદારૂપ છે. તેની સાથે ચોખાનો લોટ મિક્સ કરી લેવાથી ટેનિંગ દૂર થાય છે અને સ્કીનને નવી ચમક મળે છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને રાખવાથી ફાયદો થશે. તે પેસ્ટ સૂકાઈ જાય તો ચહેરાને સાદા પાણીથી ધોઈ લેવાથી લાભ થશે.
હળદર અને બેસન
આ એક વર્ષો જૂનો નુસખો છે. જે ઉબટનની જેમ ઉપયોગમાં લેવાાં આવે છે. આ બંને વસ્તુના મિશ્રણથી સ્કીનને ફાયદો થાય છે. તમે મોંઘા બ્યુટી પ્રોડક્ટને બદલે કેટલાક ઘરેલૂ નુસખાથી જ નિખાર મેળવી શકો છો. બેસનના પેસ્ટમાં થોડી હળદર મિક્સ કરીને 15 મિનિટ ફેસ પર લગાવી રાખવાથી ફાયદો થશે.
કેસર અને દૂધ
ચહેરાની ટેનિંગને દૂર કરવામાં કેસરવાળું દૂધ મદદ કરી શકે છે. તમે એક વાટકીમાં 3 ચમચી દૂધ લો અને તેમાં થોડું કેસર મિક્સ કરો. આ પછી દૂધને ફેસ પર લગાવીને રાખો. શક્ય હોય તો તેનાથી હળવા હાથે માલિશ કરો. થોડી મિનિટો બાદ દૂધ સૂકાઈ જાય તો ફેસ સાદા પાણીથી વોશ કરી લો. તમને જલ્દી ટેનિંગમાં રાહત મળશે.