• પ્લેન અને ટ્રેનમાં પહેલાથી અનેક લોકોએ કરાવ્યું રિઝર્વેશન
  • બસ ટિકિટ બુકિંગની સુવિધા પણ થઈ શરૂ
  • રામલલાના દર્શન માટે IRCTC આપશે બસ ટિકિટની સુવિધા

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્દઘાટન શરૂ થયું છે અને રામલલા મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ ચૂક્યા છે. ઉદ્ઘાટન બાદથી લાખો લોકો અત્યાર સુધી અહીં પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ચૂક્યા છે અને આ પછી સામાન્ય લોકો માટે મંદિરને ખોલી દેવામાં આવ્યું છે.

મંદિર ખૂલતા જ અનેક ભક્તો અયોધ્યા પહોંચ્યા

રામ મંદિર ખૂલતાની સાથે જ દેશભરમાંથી લાખો રામભક્ત અયોધ્યા પહોંચ્યા છે. આ પછી પોલીસ અને પ્રશાસનને પણ ઘણી તકલીફ કરવી પડે છે. જો તમે પણ અયોધ્યા જઈને રામલલાના દર્શન કરવા ઈચ્છો છો તો તેને માટે અનેક વિકલ્પ છે. તેની મદદથી તમે અયોધ્યા પહોંચી શકો છો. પ્લેન અને ટ્રેનમાં પહેલાથી અનેક લોકોએ રિઝર્વેશન કરાવી લીધું છે. એવામાં તમે બસથી પણ રામલલાના દર્શન કરવા માટે પહોંચી શકો છો.

બસ ટિકિટ બુકિંગની સુવિધા

IRCTC દિલ્હીથી અયોધ્યા જવા માટે બસ ટિકિટ બુકિંગની સુવિધા આપી રહ્યું છે. આ માટે તમે irctctourism.com પર જાઓ અને તમે તમારી સુવિધા અનુસાર પસંદગી કરી શકશો. તમે બસને માટે વિકલ્પ પસંદ કરી શકો છો અને દિલ્હીથી અયોધ્યા માટે ટિકિટ બુક કરાવી શકો છો. તમારી સામે બસનું લિસ્ટ આવશે અને તમે સીટ સિલેક્ટ કરીને પેમેન્ટ કરશો તો તમે ટિકિટ તરત જ મેળવી શકશો. 

  • Follow us on: