- માંડવી બીચની સુંદરતા અને સૂર્યાસ્તનો નજારો મનમોહક
- ફેમિલિ સાથે મોજ મસ્તી કરવા માટે માધવપુર બીચ બેસ્ટ
- વેકેશન માટે જામનગરનો બીચ સૌથી સુંદર
ગુજરાત ભારતનું એક એવું રાજ્ય છે જે ફરવા માટે સૌથી સારું માનવામાં આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરીનો મહિનો અહીં ફરવા માટે અનુકૂળ રહે છે. તમે આ સીઝનમાં અહીં જવાનો પ્લાન કરી શકો છો. ગુજરાતમાં એવા અનેક બીચ છે જે સાફ અને સુંદર છે. આ સિવાય તે પરિવાર સાથે વેકેશન માટે પણ પરફેક્ટ પ્લેસ છે. તો જાણો તમામ બીચની વિશેષતાઓ.
ગોવા સિવાય આ બીચ છે ખાસ
બીચનું નામ આવે તો ગોવા જ યાદ આવે છે. પણ આ સિવાય પણ મોજ મસ્તી અને કુદરતી આનંદ માટે, ફોટો-રિલ બનાવવા માટે તમે ગુજરાતના કેટલાક જાણીતા બીચની મુલાકાત લઈ શકો છો. અહીં તમે પરિવાર સાથે મોજ મસ્તી, સુખ શાંતિ પણ મેળવી શકો છો. તમે દોસ્તો સાથે પણ આ પ્લેસની મુલાકાત લઈ શકો છો. તો જાણો ક્યાં જવાનો પ્લાન કરી શકાશે.
માંડવી બીચ
ગુજરાતના કચ્છમાં આવેલો માંડવી બીચ તમારે અચૂક જોવો જોઈએ. ગુજરાતમાં 2 માંડવી બીચ છે. એક કચ્છમાં અને એક અહમદપુરમાં. આમ તો બંને બીચ સુંદર છે પણ રણ ફેસ્ટિવલમાં હશો તો તમને આ પાસે પડશે. અહીં તમે સૂર્યાસ્તની મજા પણ માણી શકશો. અહીં વધારે એડવેન્ચર એક્ટિવિટી કરવા મળશે નહીં પણ ઘોડા અને ઉંટની સવારીની મજા પણ માણી શકાય છે.
માધવપુર બીચ
ફેમિલિ સાથે બીચ ડેસ્ટિનેશન પર જઈને મોજ મસ્તીનો પ્લાન છે તો માધવપુર જાઓ. અહીં આરામથી બેસીને તમે તડકાની મજા પણ માણી શકો છો. ઊંટની સવારી પણ કરી શકાશે. ગુજરાતી ભોજનનો સ્વાદ લઈને રિલેક્સ રહી શકાશે. પોરબંદરથી અહીંનું અંતર 60 કિમીનું છે.
જામનગર બીચ
ગુજરાતનું જામનગર પણ સુંદર અને વેકેશન માટે બેસ્ટ છે. મેન સીટીથી બીચનું અંતર 25 કિમી છે. સૌથી સારી વાત એ છે કે અહીં ભીડ રહેતી નથી. અહીં અન્ય અનેક નાના બીચ પણ છે. જેને તમે એક્સપ્લોર કરી શકો છો.
સોમનાથ બીચ
સોમનાથ મંદિર માટે જાણીતું છે પણ મંદિરની સાથે સાથે તમે આ બીચને પણ માણી શકો છો. આ બીચ મંદિરને અડીને જ છે. મોટાભાગે શ્રદ્ધાળુઓ દર્શન કરીને આ બીચની મુલાકાત લે છે. આ બીચ પાસે જ છે પણ અહીં ખાસ ભીડ રહેતી નથી. તમે અહીં આરામથી ફરી શકો છો.
નારગોલ બીચ
બીચના કિનારેની લીલોતરી તેને વધારે સુંદર બનાવે છે. આ બીચ એટલો શાંત છે કે સમુદ્રની લહેરોને સરળતાથી સાંભળી શકાય છે. આ અહીના ઓફબીટ સ્થળોમાં સામેલ છે. તેના કારણે અહીંની સુંદરતા પણ કાયમ છે. આ બીચ ગુજરાતના વલસાડમાં છે. આ સિવાય અહીં તિથલ બીચ પણ છે. તેને તમે અહીં આવીને જોઈ શકો છો.