- મધ, અખરોટ અને આમળાથી ઘરે બનાવો સ્ક્રબ
- સ્ક્રબનો 5 મિનિટ સુધી ચહેરા પર કરો ઉપયોગ
- સ્ક્રબમાં વાપરેલી વસ્તુની એલર્જી હોય તો ઉપયોગ ટાળો
ત્વચાને સાફ કરવા માટે માત્ર ચહેરો ધોવો પૂરતો નથી. કારણ કે તેનાથી ત્વચામાંથી મૃત કોષો દૂર થતા નથી. તેને દૂર કરવા માટે ખાસ સ્ક્રબની જરૂર પડે છે. જો કે બજારમાં ઘણા પ્રકારના સ્ક્રબ ઉપલબ્ધ છે, પરંતુ અખરોટમાંથી ઘરે બનાવેલા સ્ક્રબના ફાયદા અજોડ છે. અખરોટને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 ત્વચાને ચમકદાર અને કોમળ બનાવવામાં મદદ કરે છે. આ સાથે અખરોટના સ્ક્રબમાં રહેલા પોષક તત્વો ત્વચાને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. આ સિવાય અખરોટ ત્વચામાં ભેજ જાળવવામાં પણ મદદ કરે છે, જેના કારણે ત્વચા શુષ્ક નથી થતી.
સ્ક્રબ બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે
આ રીતે સ્ક્રબ તૈયાર કરો
અખરોટને ઝીણા કણો બને ત્યાં સુધી પીસી લો. ધ્યાન રાખો કે તેને વધારે પીસવામાં ન આવે, કારણ કે સ્ક્રબ માટે દાણા જરૂરી છે. તેને પાવડર ન બનાવી દેશો. હવે એક ચમચી મધ લો અને તેમાં અખરોટના છીણને મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી 1-2 આમળાને પીસી, તેનો રસ કાઢીને પેસ્ટમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને બરણીમાં ભરીને સ્ટોર કરો. તમે તેનો ઉપયોગ એક મહિના માટે કરી શકો છો.
જાણો કેવી રીતે કરશો ઉપયોગ
થોડું સ્ક્રબ હાથ પર લો અને તેને સર્કુલર મોશનમાં ચહેરા પર સ્ક્રબ લગાવો. આને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી ઘસો અને તે પછી 2 મિનિટ માટે ચહેરા પર સ્ક્રબને રહેવા દો. જેથી તે તમારી ત્વચામાંથી ગંદકીને યોગ્ય રીતે બહાર કાઢી શકે. પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને તેને ટુવાલ વડે સારી રીતે સૂકવી લો.
કઈ વાતનું રાખશો ધ્યાન
- જો તમને અખરોટ, મધ અથવા આમળાથી એલર્જી હોય તો આ સ્ક્રબનો ઉપયોગ ન કરો.
- સ્ક્રબિંગ કરતી વખતે વધુ પડતું દબાણ ન કરશો, કારણ કે તેનાથી ત્વચા લાલ થઈ શકે છે.
- સ્ક્રબ કર્યા પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.