• મધ, દૂધ અને હળદરનો કરી શકાશે ઉપયોગ
  • મધ અને પપૈયાનો ફેસપેક આપશે નિખાર
  • ગ્રીન ટી પેકની મદદથી પણ ઘટશે ટેનિંગ

વધારે સમય સુધી હાનિકારક કિરણોના સંપર્કમાં રહેવાના કારણે ખાસ કરીને સ્કીનના સેલ્સ ડેમેજ થઈ જાય છે. આ સેલ્સના ડેમેજ થવાના કારણે સ્કીનની સમસ્યાઓ વધી જતી જોવા મળે છે. આ કારણે સ્કીન મેલેનિનનું વધારે પ્રોડક્શન કરવા લાગે છે અને તેનાથી સ્કીન ડાર્ક બને છે. મેલેનિન એક પ્રકારનું પિગમેન્ટ છે જે સ્કીન અને વાળને ડાર્ક બ્રાઉન અને બ્લેક કલર આપે છે. સ્કીનમાં મેલેનિન વધી જવાના કારણે ટેનિંગની સમસ્યા થાય છે.

કેવી રીતે કરશો de-tan

de-tan માટે તમે આર્ટિફિશિયલ રીતનો ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં અનેક ટ્રીટમેન્ટ છે જેમાં કેમિકલ સ્પ્રે, લેમ્પ અને અન્ય કેમિકલનો ઉપયોગ કરીને ટેનિંગ હટાવી શકાય છે. પણ આ ચીજોથી સ્કીન વધારે ડેમેજ બને છે. આ માટે ક્યારેય પણ ટેનિંગ હટાવવા માટે કોી સાધનનો ઉપયોગ ન કરો તે ઈચ્છનીય છે. તમે ઘરમાં રહેલી કેટલીક ચીજોથી ટેનિંગથી રાહત મેળવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે કરશો સ્કીનને ડીટેન.

મધ, દૂધ અને હળદરનો કરો ઉપયોગ

હળદર એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે અને તેનાથી પિગ્મેન્ટેડ સ્કીન ટોનને લાઈટ કરવામાં મદદ મળે છે. દૂધના ઉપયોગથી સ્કીનમાં નિખાર આવે છે અને સાાથે જ હાનિકારક કિરણોના કારણે સ્કીન ડેમેજને ક્યોર કરવામાં મદદ મળે છે. આ બંનેને સાથે મિક્સ કરીને લગાવવાથી નેચરલ રીતે સ્કીન ગ્લો થાય છે. હળદર અને દૂધનો ફેસપેક તૈયાર કરતી સમયે તમે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. તે સ્કીનને સોફ્ટ બનાવે છે.

મધ અને પપૈયાનો પેક

ટેનિંગ દૂર કરવા માટે આ પેક બેસ્ટ માનવામાં આવે છે. પપૈયામાં રહેલા એન્જાઈમ ડેડ સેલને હટાવવાની સાથે સ્કીનમાં ગ્લો લાવવાનું કામ કરે છે. તેની સાથે જ તેનાથી સ્કીનમાં પિંપલ્સના ડાઘ ધબ્બા પણ ઘટાડી શકાય છે. પપૈયામાં બીટા કેરોટીન મળે છે જે સ્કીનને ભેજ આપે છે.

ગ્રીન ટી પેક

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડન્ટની સાથે સાથે ફ્લેવોનોઈડ્સ પણ હોય છે જે સ્કીનના કલરને નિખારવાનું કામ કરે છે. ગ્રીન ટીના ઉપયોગથી તમે સન ડેમેજ, કરચલીઓ, ડાઘ ધબ્બાના નિશાનને ઘટાડી શકો છો. ગ્રીન ટીના ઉપયોગથી તમે આંખની નીચેના ડાર્ક સર્કલ્સને પણ ઘટાડી શકાય છે.  

  • Follow us on: