- લીમડાના પાનનો પાવડર અને ચંદનનો પાવડર કરો મિક્સ
- તમામ વસ્તુની ગુલાબજળની મદદથી પેસ્ટ બનાવી લો
- ચહેરાની ગંદગી થશે ગાયબ અને આવશે નિખાર
સ્કીન કેર માટે અને ખાસ કરીને ચહેરા પર નિખાર લાવવા માટે લોકો અનેક પ્રયાસ કરતા રહે છે. દિવસ દરમિયાનની માટી, ધૂળ અને સૂરજના હાનિકારક કિરણોથી સૌથી વધારે ચહેરો ખરાબ થાય છે. એવામાં તમારી સ્કીન ડલ અને બેજાન બને છે. આ સમયે ચહેરા પરના ઓઈલ સાથે ધૂળની પરત જામી જાય છે અને તમારો ચહેરો ગંદો દેખાવવા લાગે છે. ધીરે ધીરે આ ગંદગી ચહેરા પર જમા થાય છે અને તમારો સ્કીન ટોન બદલાઈ જાય છે. જો કે તમારે આ માટે કોઈ મોંઘી પ્રોડક્ટની જરૂર નથી. તમારા ચહેરાની ગંદગી સાફ કરવા માટે તમે નેચરલ ફેસપેક બનાવી શકો છો. જે સ્કીનને પોષણ આપશે અને સાથે કોઈ સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં. તો જાણો કેવી રીતે બનાવશો આ ફેસપેક.
નેચરલ ફેસપેક બનાવવા માટે શું જોઈશે













