• ચહેરા પરની કરચલીઓ ઘટશે અને આવશે નિખાર
  • બેસનમાં દહીં અને હળદર મિક્સ કરવાથી મળશે પરફેક્ટ રીઝલ્ટ
  • અઠવાડિયામાં 2 વાર લગાવી મેળવો બેદાગ, ગ્લોઈંગ અને પિગમેન્ટેશન ફ્રી સ્કીન

સુંદરતા માટે તમારે વધારે જ રૂપિયા ખર્ચ કરવા પડે એવું નથી. તમારી સુંદરતા વધારવાનો નુસખો તમારા ઘરની રસોઈમાં જ છે. તેના માટે તમારે એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. તમારી સ્કીન કેયર માટે તમે એવી ચીજોનો યૂઝ કરી શકો છો જે તમારી સ્કીનને ફાયદો આપે છે. આજના સમયમાં લોકો ઘરેલૂ નુસખાને વધારે મહત્ત્વ આપે છે. આ સાથે તેનો એક ફાયદો એ પણ રહે છે કે તેનાથી સ્કીનને નુકસાન થતું નથી. રસોડાનું દહીં, બેસન અને હળદર આ 3 વસ્તુઓ એવી છે જે તમારી સ્કીનને બેદાગ બનાવીને તેનો ગ્લો વધારવામાં તમારી મદદ કરે છે.

3 વસ્તુઓ કરશે તમારી મદદ

દહીં, ચણાનો લોટ અને હળદર આ 3 વસ્તુઓના પોતાના ચમત્કારિક ગુણ છે. આ 3 ચીજો સ્કીનને માટે રામબાણથી ઓછી નથી. તેનાથી ફેસ પેક બનાવીને સ્કીન પર એપ્લાય કરવાથી ફાયદો થશે.

ગ્લોઈંગ સ્કીન માટે હોમમેડ ફેસપેક

આ પેક બનાવવા માટે તમારે કોઈ ખાસ ઉપાય કરવાનો નથી. તમે એક વાટકીમાં ચણાનો લોટ, ચપટી હળદર અને દહીંને મિક્સ કરો. આ પછી ચહેરાને સાફ કરી લો અને આ પેકને ફેસ અને ગરદન પર સારી રીતે લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ પછી ફેસ પર ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવીને રાખો. આ પેક અઠવાડિયામાં 2 વાર લગાવશો તો તમારી સ્કીન બેદાગ, ગ્લોઈંગ અને પિગમેન્ટેશન ફ્રી જોવા મળશે. 

  • Follow us on: