• કાચું દૂધ ચહેરા પર લગાવી માલિશ કરો અને ડેડ સ્કીન હટશે
  • મધથી ચહેરા પર મસાજ કરવાથી સ્કીન પર ચમક અને તાજગી આવશે
  • અઠવાડિયામાં 2 વાર દહીંથી ફેસને વોશ કરો, સ્કીન ક્લિન્ઝિંગમાં મળશે મદદ

ચહેરાને ક્લિન્ઝિંગ કરવા માટે ખાસ કરીને ફેસવોશનો ઉપયોગ કરી શકાય છે. અનેકવાર ફેસવોશ ખતમ થઈ જવાના કારણે તમે મુશ્કેલી અનુભવો છો. અનેક લોકો એવા છે જે ફેસવોશ નહીં પણ રૂટિનમાં ઉપયોગમાં લેવાતો સાબુ જ યૂઝ કરે છે. તેનાથી ફેસવોશ કરવાથી સ્કીન લાંબા સમયે ખરાબ થાય છે. તો જો તમે આ તમામ વસ્તુઓને બાજુ પર રાખીને કેટલીક ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારી સ્કીનની ચમક વધશે, ડેડ સ્કીન નીકળી જશે અને સ્કીનની ગંદગી પણ હટશે. તો જાણો કઈ વસ્તુઓને કેવી રીતે લેશો ઉપયોગમાં.

દૂધ

રસોઈમાં રહેલું કાચું દૂધ ખાસ કરીને ક્લિન્ઝરની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. આ એક અસરકાર નુસખો છે. દૂધથી ફેસવોશ કરવા માટે તેને પાણીની જેમ છાલક મારીને ઉપયોગ ન કરો. તેને રૂની મદદથી ચહેરા પર ઘસો. 2-3 મિનિટ સુધી ચહેરા પર કાચું દૂધ ઘસો. તમારી સ્કીન પરનો મેલ અને ડેડ સ્કીન બંને ગાયબ થશે. આ પછી પાણીથી ચહેરો સાફ કરી લો. સ્કીન નિખરી જશે.

મધ

ચહેરાને સાફ કરવા માટે મધનો ઉપયોગ પણ કરી શકાય છે. મધ સ્કીનને ચમક આપે છે. ચહેરાને પાણીથી ભીનો કરો અને પછી એક ચમચી મધ લઈને ફેસ પર મસાજ કરો. 10 મિનિટના મસાજ બાદ ફેસવોશ કરો. સ્કીન પર તાજગી જોવા મળશે.

દહીં

દૂધની જેમ દહીંને પણ સ્કીનના ક્લિન્ઝીંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દહીંને ચહેરામાં મોઈશ્ચર રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ચહેરાને સામાન્ય એક્સફોલિએટ પણ કરે છે. આ માટે દહીંનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત જ કરવો.

કાકડી

પેટને માટે જ નહીં પણ સ્કીનને માટે પણ તે જરૂરી છે. કાકડીનો રસ પણ ફેસવોશનું કામ કરી શકે છે. ફેસવોશ કરતી સમયે ફીણ થવું જરૂરી નથી પણ ચહેરાની સફાઈ થવી જરૂરી છે. કાકડીનો રસ 5 મિનિટ સુધી ઘસવાથી ચહેરો સાફ થાય છે.

ચણાનો લોટ

ચહેરા પર ચણાના લોટનો ફેસપેકની જેમ ઉપયોગ કરો. પહેલાં નહાવા માટે બેસનનો જ ઉપયોગ કરાતો. ચણાના લોટમાં હળદર અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેનાથી ફેસને સાફ કરો. આ પછી તેને ધોઈ લો. સ્કીનની ચમક વધતી જોવા મળશે. 

  • Follow us on: