- મધ અને લીંબુ કરશે તમારી મદદ
- અલોવેરા, લીંબુ અને મધનો ફેસપેક આપશે ગ્લો
- ટામેટા અને મુલ્તાની માટીનો પેક કરશે સ્કીનને સાફ
વધતો તડકો, પ્રદૂષણ અને માટીના કારણે હંમેશા ચહેરાની રંગત ખોવાઈ જાય છે. એટલું નહીં યુવતીઓ અનેક કોશિશ બાદ પણ તેને સાચવી શકતી નથી. એવામાં ઘરેલૂ ફેસપેક સ્કીનનો ગ્લો વધારી દેશે. જો તમે ઘરેલૂ ફેસપેક બનાવવાનું જાણી લેશો તો તમારો પાર્લરનો અનેકગણો ખર્ચ બચી જશે. તો જાણો કઈ વસ્તુઓની મદદથી આ ફેસપેક બનાવી શકાશે અને તમે હેલ્ધી સ્કીન મેળવી શકશો.
મધ અને લીંબુનો ફેસપેક
મધમાં વિટામિન, મિનરલ્સ, અમીનો એસિડ, એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્જાઈમ હોય છે જે સ્કીનને અંદરથી સાફ કરે છે. આ પેક લગાવવાથી ચહેરાના ખીલ રોકાઈ જાય છે અને સાથે તેને ઈન્સ્ટન્ટ ગ્લો પણ મળે છે. લીંબુમાં વિટામિન સી અને સાઈટ્રિક એસિડ હોય છે જે ચહેરાને ગોરો બનાવે છે.
ફેસપેક બનાવવાની સામગ્રી
- 1 ચમચી મધ
- લીંબુના રસના કેટલાક ટીપાં
આ રીતે બનાવો ફેસપેક
એક ચમચી મધ અને લીંબુના રસના 3-4 ટીપાં લો. તેને ફેસ પર લગાવો. ચહેરાને 20 મિનિટ બાદ સામાન્ય પાણીથી ધોઈ લો.
અલોવેરા, લીંબુ અને મધનો ફેસપેક
આ ફેસપેક ખીલ રોકવામાં મદદ કરે છે. લીંબુ અને મધની સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો સ્કીન પર ગ્લો આવે છે. ચમકતી સ્કીન માટે અલોવેરા એક વરદાન છે અને સાથે સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવાની સાથે સાથે સ્કીન સંબંધી મુશ્કેલીઓને દૂર કરે છે.
ફેસપેક બનાવવાની સામગ્રી
- 2 મોટી ચમચી અલોવેરા જેલ
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી મધ
આ રીતે બનાવો ફેસપેક
અલોવેરા જેલ, લીંબુનો રસ અને મધને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરો. પેકને ચહેરા પર લગાવો. પેકને 15 મિનિટ રાખીને સાદા પાણીથી ધોઈ લો.
ટામેટા અને મુલ્તાની માટીનો ફેસપેક
ટામેટામાં લાઈકોપીન હોય છે જેનાથી સ્કીનને યૂવી રેઝથી બચાવી શકાય છે. આ સાથે મુલ્તાની માટી સ્કીનને સાફ કરવામાં મદદ કરે છે અને તેને ચમકદાર પણ બનાવે છે.
ફેસપેક બનાવવાની સામગ્રી
- 1 મોટી ચમચી મુલ્તાની માટી
- 2 મોટી ચમચી ટામેટાનો રસ
આ રીતે બનાવો ફેસપેક
મુલ્તાની માટી અને ટામેટાના રસને એક બાઉલમાં મિક્સ કરો. જ્યાં સુધી તેની સ્મૂધ પેસ્ટ ન બને ત્યાં સુધી તેને ફેંટી લો. આ પછી તેને ફેસ પર એપ્લાય કરો અને તેને સૂકાવવા દો. પેક સૂકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો.