- ટામેટાના વિટામિન એ અને સી બેસ્ટ સોર્સ
- આ ફેશિયલથી સ્કીનનું પીએચ લેવલ બેલેન્સ રહે છે
- પિંપલ, ટેનિંગ, સનબર્ન, રિંકલ્સથી છૂટકારો મળે છે
ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક લોકો ફેશિયલ કરાવવાનું પસંદ કરે છે. એવામાં કેટલાક લોકો પાર્લરમાં એપોઈન્ટમેન્ટ લઈને ફેશિયલ કરાવે છે. તો કેટલાક લોકો નેચરલ ચીજોની મદદથી ઘરે જ ફેશિયલ કરી લેતા હોય છે. જો તમે ઈચ્છો તો આવી રહેલી નવરાત્રિમાં ઓછા ખર્ચે તમારા ચહેરાને ચમકાવી શકો છો. અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલની ટિપ્સ આપી છે. જે તમારી મદદ કરશે અને તમારા ફેસ પર ઈન્સ્ટન્ટ ગ્લો આવશે.
શું છે ટામેટાથી ફેશિયલ કરવાના ફાયદા
ટામેટાના વિટામિન એ અને સીને બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. તેના કારણે ટામેટાનું ફેશિયલ કરવાથી સ્કીનનું પીએચ લેવલ બેલેન્સ રહે છે. સાથે જ તેની મદદથી તમે પિંપલ્સ, એક્ને, ટેનિંગ, સનબર્ન અને રિંકલ્સથી છૂટકારો મેળવી શકો છો અને સ્કીનને બેદાગ બનાવી શકો છો. તો જાણો ટામેટાની મદદથી ફેશિયલ કરવાની રીત પણ.
ટામેટાથી કેવી રીતે કરશો ફેસ ક્લિંઝિંગ
ટામેટાથી ફેસ ક્લિન કરવા માટે 3-4 ટામેટાને પીસીને પ્યુરી બનાવી લો. 1 ચમચી ટામેટાની પ્યુરીમાં 2 ચમચી દૂધ મિક્સ કરો અને ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરાને ધોઈ લો. તેનાથી સ્કીનના ડર્ટ પાર્ટિકલ્સ રિમૂવ થશે અને સ્કીન પર નિખાર લાવશે.
ટામેટાનું સ્ક્રબિંગ ટ્રાય કરો
ટામેટાથી સ્ક્રબિંગ કરીને તમે ફેસની ડેડ સ્કીનને રિમૂવ કરી શકશો અને સાથે સાથે ટેનિંગથી પણ રાહત મેળવી શકશો. આ માટે ટામેટાને વચ્ચેથી કાપી લો અને તેની પર લોટ કે ખાંડ રાખો અને 5 મિનિટ સુધી ફેસ પર ઘસો. હવે 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
ટામેટાનો બનાવી લો ફેસપેક
ટામેટાનો ફેસ પેક તમારી સ્કીનને હાઈડ્રેટ રાખીને ગ્લો મેન્ટેન કરવામાં મદદ કરશે. તેને બનાવવા માટે 2 ચમચી ટામેટાની પ્યુરીમાં 1 ચમચી ચણાનો લોટ, 2 ચમચી દહીં અનને અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચપટી હળદર મિક્સ કરો. તેની પેસ્ટ બનાવી લો અને તેને ફેસ અને ગરદન પર એપ્લાય કરો. 20 મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી ફેસવોશ કરી લો.
ચહેરા પર લગાવો મોઈશ્ચરાઈઝર
ટામેટાનું ફેશિયલ કર્યા બાદ સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવાનું ભૂલશો નહીં, આ માટે તમે સારા મોઈશ્ચરાઈઝર કે લોશનનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો તો અલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો.