• ચણાનો લોટ ત્વચા માટે કુદરતી રીતે સ્કીન નિખારશે
  • દહીં સ્કીનને ચમક આપવાની સાથે હાઈડ્રેટ રાખશે
  • હળદર ત્વચાનો કલર નિખારવામાં મદદ કરશે

આજકાલ આપણી ત્વચા ધૂળ, વિચિત્ર ફૂડ હેબિટ, સ્ટ્રેસ અને અપૂરતી ઊંઘને કારણે નિસ્તેજ થઈ જાય છે. ચહેરાની કુદરતી ચમક ઊડી જાય છે. જો તમે તમારી સ્કીનની ચમક કાયમ રાખવા ઈચ્છો છો તો તમે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સના બદલે રસોડાની વસ્તુઓની મદદ લઈ શકો છો. તેનાથી તમે એકપણ રૂપિયાના એકસ્ટ્રા ખર્ચ વિના સ્કીનને યુવાન અને ગ્લોઈંગ બનાવી શકો છો. તો જાણો કયો સરળ અને ઘરેલૂ ઉપાય કરવાથી તમારી સ્કીનને ફાયદો થઈ શકે છે.

આ વસ્તુઓથી આવશે ચહેરા પર ચમક

  • ચણાનો લોટ - 2 ચમચી
  • દહીં - 2 ચમચી
  • હળદર - એક ચપટી

ફેસપેક બનાવવાની સરળ રીત

એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો. તેમાં 2 ચમચી દહીં ઉમેરો. હવે તેમાં એક ચપટી હળદર ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા સાફ ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો. તેને 15-20 મિનિટ સુકાવવા દો. સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને સ્વચ્છ ટુવાલ વડે સૂકવી લો. તમારા ચહેરાને નવી ચમક મળશે અને કરચલીઓ પણ ધીમેધીમે ઘટશે.

ફેસપેકથી શું થશે ફાયદો

ચણાનો લોટ

ચણાનો લોટ ત્વચા માટે કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે. તે ત્વચામાંથી ગંદકી અને મૃત કોષોને દૂર કરે છે અને તેને સ્વચ્છ અને નરમ બનાવે છે.

દહીં

દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને તેને હાઇડ્રેટ રાખે છે. તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

હળદર

હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે અને તેને સ્વસ્થ બનાવે છે. હળદર ત્વચાના રંગને સુધારવામાં પણ મદદ કરે છે.

અઠવાડિયામાં 2-3 વખત આ ઘરેલુ ઉપાયની મદદથી સ્કીનમાં ખાસ ફેરફાર જોઈ શકાય છે. આ તમામ વસ્તુઓ તમારી રસોઈમાં હાજર હોવાથી તેને મેનેજ કરવા માટે તમારે ખાસ પ્રયાસ કે ખર્ચ કરવો પડશે નહીં. ધ્યાનમાં રાખો કે કોઈપણ નવી વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા પર પેચ ટેસ્ટ કરો, જેથી કોઈપણ પ્રકારની એલર્જીથી બચી શકાય.

Disclaimer : આ આર્ટિકલ વાંચકોની જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં.

  • Follow us on: