• દર 2 કલાકમાં સનસ્ક્રીન ફરીથી લગાવો
  • ફળ, શાક અને સાબુત અનાજનું સેવન કરવાથી થશે ફાયદો
  • તડકામાં જાવ તો માથું દુપટ્ટા કે ટોપીથી ઢાંકીને રાખો

તડકામાં નીકળવાનું સામાન્ય રીતે દરેક વ્યક્તિ ટાળે છે. મોટાભાગે સ્કીન કાળી થવાના કારણે લોકો આગ ઝરતી ગરમીમાં બહાર નીકળતા નથી. તડકાથી બચવું ખૂબ જરૂરી હોય છે નહીં તો તેનાથી સ્કીનની એલર્જી શરૂ થઈ જાય છે. તડકાથી નીકળતા કિરણો સ્કીનને નુકસાન કરી શકે છે અને તેનાથી સ્કીન કાળી, કરચલીવાળી થાય છે અને સાથે કેન્સરનો ખતરો પણ રહે છે.

સનબર્નની સમસ્યા

તડકામાં જતા જ ટેનિંગ અને સનબર્નની સમસ્યા થવા લાગે છે. મોટાભાગે લોકો ગરમીમાં સ્પેશિયલ સ્કીન કેયર રૂટિન ફોલો કરે છે અને તેનાથી સ્કીનનું ધ્યાન રાખવાના પ્રયાસ કરે છે. તેનાથી તેને ફાયદો થાય છે. જો તમે તડકામાં જાઓ છો તો પહેલા વિશેષ ધ્યાન આપવાનું જરૂરી છે. તો જાણો સ્કીન કેયરમાં શું કરવું અને શું નહીં.

કરો આ ખાસ ઉપાયો

  • જ્યારે તમે ઘરની બહાર તડકામાં જાઓ છો તો 15-20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો.
  • આ સિવાય જ્યારે પણ તડકામાં રહો છો તો દર 2 કલાકમાં સનસ્ક્રીન લગાવતા રહો.
  • સનસ્ક્રીન સ્કીનને તડકાથી પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે.
  • તડકામાં નીકળતી સમયે એવા કપડા પહેરો જેનાથી તડકા સામે રક્ષણ મળે.
  • આ સિવાય તમે માથા પર ટોપી કે કપડાનો ઉપયોગ કરો.
  • તડકાના કિરણો સીધા માથા પર ન પડે તેનું ધ્યાન રાખવું.
  • તડકામાં નીકળતા પહેલા અને પછી પાણી પીવું જરૂરી છે.
  • આ ઉપાયોથી સ્કીનને હાઈડ્રેટ રાખવામાં મદદ મળી શકે છે.

સ્વસ્થ ડાયટનો કરો ઉપયોગ

સ્વસ્થ ડાયટ સ્કીનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને માટે ફળ, શાક અને આખા અનાજનું સેવન કરો. તેનાથી તડકામાં બચવા માટે સ્કીનને રક્ષણ મળશે. સૌથી વધારે વાત એ છે કે તમે તડકામાં વધારે સમય ન વીતાવો. સૂરજના કિરણોનો વધારે સંપર્ક સ્કીનને નુકસાન કરી શકે છે.  

  • Follow us on: