• ઓછા ખર્ચમાં ઘરે બનશે કોકોનટ ક્રીમ
  • નારિયેળ તેલ, અલોવેરા જેલ અને એસેન્શિયલ ઓઈલના ટીપા લો
  • હેન્ડ મિક્સરની મદદથી ઘરે તૈયાર થઈ જશે ક્રીમ

હાલમાં ગરમી અને ઠંડી એમ બંને પ્રકારની સીઝન ચાલી રહી છે. આ કારણે આપણી સ્કીન પર પણ તેની અસર જોવા મળે છે. ક્યારેક ઓઈલી સ્કીન પણ ડ્રાય થવા લાગે છે. આ સમયે આપણે બજારમાં મળતા અનેક પ્રકારના ક્રીમનો ઉપયોગ કરી લઈએ છીએ. પણ શું તમે એ જાણો છો કે ફક્ત 3 વસ્તુની મદદથી ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાશે. નહીં ને. તો જાણો ઓછા ખર્ચે ક્રીમ કેવી રીતે બનશે ઘરે અને તેને ક્યાં સુધીમાં ઉપયોગમાં લેવી.

આ રીતે બનાવો ક્રીમ

  • 1 કપ નારિયેળ તેલ
  • 1 ચમચી નેચરલ અલોવેરા જેલ
  • 1-2 ટીપાં એસેન્શિયલ ઓઈલ

આ તમામ વસ્તુઓને સારી રીતે એક બાઉલમાં મિક્સ કરો. તમે તેને મિક્સ કરવા હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો. આ પછી તમે તેમાં તમારી પસંદની ફ્રેગરન્સના ટીપાં ઉમેરો. તેનાથી તમને તે ક્રીમ વધારે પસંદ આવશે. તેને ફરી એકવાર મિક્સ કરી લો. તમારી નારિયેળ ક્રીમ બનીને તૈયાર થઈ જશે. તમે આ ક્રીમના ઉપયોગથી સ્કીનને મોઈશ્ચરાઈઝ પણ કરી શકો છો. તમારે તેનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરવાનો રહેશે. તે ડ્રાય સ્કીનવાળા લોકોને વધારે ફાયદો આપે છે.

શું રાખશો ધ્યાન

જ્યારે તમે આ ક્રીમ બનાવીને તેને ઉપયોગમાં લો છો તો તમારે ધ્યાન રાખવાનું રહે છે કે તમે તેનો ઉપયોગ 10 દિવસમાં કરી લો. આ 10 દિવસ બાદ તમે આ ક્રીમ ફરીથી બનાવો. સાથે જ શરૂઆતમાં થોડા પ્રમાણમાં બનાવો. જો તમારી સ્કીનને તે માફક આવે તો તમે તેને જરૂર પ્રમાણે બનાવી શકો છો.

કહેવાય છે કે નારિયેળ તેલ અને અલોવેરા જેલ સ્કીનની અનેક સમસ્યામાં લાભદાયી રહે છે. સ્કીન સોફ્ટ કરવા, સ્કીનનું મોઈશ્ચર જાળવી રાખવા અને સાથે સ્કીન પરના ડાઘ ધબ્બાને હટાવવા માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. તેથી જ આ બંને ખાસ વસ્તુના ઉપયોગથી તૈયાર થયેલી ક્રીમ સ્કીનને માટે ફાયદારૂપ રહેશે અને ઓછા ખર્ચમાં પણ બનશે. 

  • Follow us on: