- સેન્ડલ કે ચંપલ કમ્ફર્ટેબલ અને રીલેક્સ ફીલિંગ આપે
- સ્નીકર્સ પહેરનારા ખુશમિજાજ, સ્પોર્ટી અને કમ્ફર્ટેબલ એટીટ્યુડ ધરાવે છે
- બૂટ પાવરફૂલ, પ્રોફેશનલ અને ઈફેક્ટિવ એટીટ્યૂડ દર્શાવે છે
સારા કપડાથી લઈને સન ગ્લાસ અને જૂતા પણ આપણી લાઈફસ્ટાઈલની સાથેની ચીજ પર હંમેશા ધ્યાન ખેંચનારી વસ્તુ બની રહે છે. આ સ્ટાઈલને કારણે તમે પોતાને એટ્રેક્ટિવ રાખી શકો છો અને સાથે જ કોન્ફિડન્સ પણ વધારી શકો છો. સ્ટાઈલની સાથે તમારી દરેક વસ્તુ પણ તમારા માટે અનેક વાતો કહે છે. મોટાભાગે લોકોની પર્સનાલિટીને તેમના ફૂટવેરથી જજ કરાય છે. એવું કહેવાય છે કે તમારા જૂતા તમારા મૂડને પ્રભાવિત કરે છે. તમારા દ્વારા પહેરાતા જૂતા કે સેન્ડલ કે અન્ય કોઈ ફૂટવેયર તમારી સ્ટાઈલ,મૂડ, પર્સનાલિટી અને એટિટ્યૂડને વિશે ઘણું કહી જાય છે. તો જાણો તમારા ફૂટવેયર્સની પસંદગી તમારા માટે શું કહે છે.
સ્નીકર્સ
સ્નીકર્સનો ઉપયોગ આજકાલ લોકો વધારે પ્રમાણમાં કરી રહ્યા છે. તે લોકોની પસંદ બની રહ્યા છે. આ ફૂટવિયરને પહેરનારા લોકો ખુશમિજાજ, સ્પોર્ટી અને કમ્ફર્ટેબલ એટીટ્યૂડ વાળા હોય છે. આ જૂતા કેઝ્યુઅલ આઉટફિટની સાથે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે, જો તમે પ્રોફેશનલ દેખાવવા ઈચ્છો છો તો આ જૂતાને ટાળો. સ્નીકર્સ કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ હોય છે. પણ પ્રોફેશનલ દેખાવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તમારા દોસ્તોની બર્થડે પાર્ટીથી લઈને જિમ વર્કઆઉટ સુધી તેને દરેક જગ્યાએ પહેરી શકાય છે.
ચંપલ અને સેન્ડલ
સેન્ડલ કે ચંપલ કમ્ફર્ટેબલ અને રીલેક્સ ફીલ કરાવે છે. તે તમને બીચ પર રજાઓ માણવા માટે એક બેસ્ટ ઓપ્શન આપે છે. આ સિવાય ગરમીમાં પગને આરામ આપવામાં મદદરૂપ બને છે. બીચ વેકેશન સિવાય આ ફૂટવિયર્સને તમે ડેઈલી એક્ટિવિટીઝ માટે પણ પહેરી શકો છો. અનેક જાણીતી હસ્તીઓ પણ આ ફૂટવિયર્સને પસંદ કરી રહી છે.
બૂટ
બૂટ હાલમાં ડિમાન્ડમાં રહે છે. યુવક હોય કે યુવતી દરેકને આ સ્ટાઈલિશ ફૂટવેયર પસંદ આવે છે. આ પર્સનલ અને પ્રોફેશનલ બંને અવસરે યોગ્ય રહે છે, તેને પહેનનારી મહિલાઓ કે પુરુશો એક પાવરફૂલ, પ્રોફેશનલ અને ઈફેક્ટિવ એટિટ્યૂડ દર્શાવે છે. તેનાથી વધારે લોકો પ્રભાવિત થાય છે. તમે આ ફૂટવેયરને ડેનિમ, પેન્ટ કે કોઈ શોર્ટ ડ્રેસની સાથે પહેરી શકો છો. તમે ઓફિસ અને પાર્ટીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. બૂટની અંદર એક અલગ કોન્ફિડન્સ મેળવો છો.
લોફર્સ
લોફર્સ ક્યારેય પણ સ્ટાઈલ અને ફેશનની બહાર જતા નથી. આ ફૂટવેયર ગેટ ટુ ગેધર અને પાર્ટીને માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ અન્ય ફૂટવિયરની તુલનામાં ઓછા સ્ટાઈલિશ હોય છે. કેટલાક અવસરોએ તેને પરફેક્ટ માનવામાં આવે છે. તેને પહેરનારા લોકો કોન્ફિડન્ટ અનુભવે છે અને ડિસેન્ટ નેચર ધરાવનારા હોય છે.
હીલ
હીલ્સ ઘણા સમયથી ઈફેક્ટિવ સ્ટેટસ સિમ્બોલ રહે છે. તેને એટ્રેક્ટિવ લૂક માટે પહેરવામાં આવે છે. આજે પણ ઊંચી એડીના સેન્ડલ્સ કોન્ફિડન્સ, બોલ્ડનેસ અને હાઈ સ્ટેટસને દર્શાવે છે. જે મહિલાઓ હીલ્સ પહેરે છે તેમને વધારે એટ્રેક્ટિવ માનવામાં આવે છે. આ ફૂટવિયરને કોઈ ડ્રેસ, જંપસૂટ અને ડેનિમની સાથે સરળતાથી કૅરી કરી શકાય છે.