• ડિનર સેટનો કરી શકો છો પ્લાન
  • આર્ટિફિશિયલ જ્વેલરી પણ આપો ગિફ્ટમાં
  • લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ બનશે બેસ્ટ ગિફ્ટ

હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થઈ જાય છે. દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ધનના દેવતા કુબેરની પૂજા કરાય છે. કહેવાય છે કે આ સમયે કુબેરની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ સિવાય ભગવાન કુબેરની કૃપા હોય તો જીવનમાં ક્યારેય ધનની સમસ્યા રહેતી નથી. કોઈ અમીર હોય કે ગરીબ...દરેકનો પ્રયાસ રહે છે કે આ દિવસે કંઈક ને કંઈક ખરીદીને લાવવામાં આવે. આ સમયે એકમેકને ખુશીઓ વહેંચવામાં આવે છે. આ સમયે તેમના ચહેરા પર સ્માઈલ આવે છે અને તમને પણ આનંદ મળે છે.

ડિનર સેટ કરો ગિફ્ટ

જો તમે કોઈને ધનતેરસે ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો તમે ડિનર સેટની પસંદગી કરી શકો છો. આ દિવસે વાસણો, સ્ટીલ કે કિચનની અન્ય આઈટમ્સને ખરીદવાનું શુભ રહે છે. આ માટે તમે ગિફ્ટમાં આ વસ્તુની પસંદગી કરો. આ વસ્તુ તેઓ જ્યારે વાપરશે ત્યારે તમને યાદ કરશે અને તેમની જરૂરિયાત પણ પૂરી થશે.

આર્ટિફિશિયલ જ્વેલરી

તમે તમારા બજેટમાં ધનતેરસે દરેકને કંઈકને કંઈક આપવા ઈચ્છો છો. આ સમયે તમે આર્ટિફિશિયલ જ્વેલરીનો ઓપ્શન પસંદ કરી શકો છો. મહિલાઓને જ્વેલરીનો શોખ હોય છે અને ઓછા સમયમાં મળી શકે છે. માર્કેટમાં આર્ટિફિશિયલ જ્વેલરી અનેક વેરાયટીમાં મળી રહે છે. તેને ઈન્સ્ટન્ટ પણ ખરીદી શકાય છે. આ ગિફ્ટ તમે તમારા બજેટમાં પ્લાન કરી શકો છો. આ એવી ચીજ છે જે સામેની વ્યક્તિને પસંદ પણ આવે છે.

લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ

દિવાળીએ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવાનો નિયમ છે. લોકો ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. તમે ધનતેરસે તમારા પ્રિયજનોને લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ ગિફ્ટમાં આપી શકો છો. ધ્યાન રાખો કે મૂર્તિ પત્થરની ન હોય કેમકે નિયમોના અનુસાર આ રીતની પ્રતિમાને પૂજા સાથે સ્થાપિત કરવામાં આવે છે.

હોમમેડ ચોકલેટ

જો તમે ઈચ્છો છો કે સંબંધીઓના ઘરે ખાસ રીતે બનાવેલી ચોકલેટ આપો તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. ઓનલાઈન વીડિયો જોઈને તમે તેને બનાવી શકો છો. આ રીતની ચોકલેટથી હેલ્થને વધારે નુકસાન પણ થશે નહીં. તો તમે તેને બનાવવાની તૈયારી પણ કરી શકો છો.  

  • Follow us on: