- મત્સ્ય પુરાણમાં સાવરણીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે
- બપોર બાદ અને સૂર્યાસ્ત પહેલા સાવરણીની ખરીદી રહેશે લાભદાયી
- 2,4,6 ના અંકમાં સાવરણીની ખરીદી રહેશે ફાયદારૂપ
ધાર્મિક ગ્રંથોના અનુસાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ ધનતેરસનું પર્વ ઉજવાય છે. આ દિવસે માતા લક્ષ્મીની સાથે સાથે કુબેરદેવ અને ધન્વંતરી ભગવાનની પૂજા કરાય છે. એટલું નહીં આ દિવસે સોના-ચાંદી, વાસણો, આખા ધાણાની સાથે સાથે સાવરણીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે. જો તમે આ વર્ષે સાવરણી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નિયમોનં ધ્યાન રાખો.
આ દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. મત્સ્ય પુરાણમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે સાવરણી ઘરે લાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. આ દિવસે સાવરણી ખરીદી લેવાથી આખા વર્ષ દરમિયાન સુખ, સમૃદ્ધિ, ધન વગેરેની પ્રાપ્તિ થાય છે તેમજ માતા લક્ષ્મીની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
સાવરણી ખરીદવાનો યોગ્ય સમય
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનતેરસના દિવસે બપોર પછી અને સૂર્યાસ્ત પહેલા સાવરણી ખરીદો. રાત્રે ભૂલથી પણ સાવરણી ન ખરીદો. તેનાથી અશુભ પરિણામ મળે છે. ધનતેરસના દિવસે પ્રદોષ કાળ પહેલા સાવરણી ખરીદો.
ધનતેરસ પર કેટલી સાવરણી ખરીદવી
જો તમે ધનતેરસના દિવસે સાવરણી ખરીદતા હોવ તો ધ્યાન રાખો કે ક્યારેય પણ વિષમ સંખ્યામાં સાવરણી ન લાવવી જોઈએ. હંમેશા 2, 4, 6 વગેરે જોડીમાં ખરીદો. જેના કારણે વ્યક્તિને શુભ ફળ મળે છે.
સાવરણી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ જાણી લો
- વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.
- ધનતેરસના દિવસે સાવરણી ખરીદ્યા પછી તેના પર સફેદ દોરો બાંધો. જેના કારણે માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ અકબંધ રહે છે.
- સાવરણી ક્યારેય ઉભી ન રાખો. તેને હંમેશા ઘરમાં સુવડાવી રાખો. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
- આ સિવાય ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણી ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં આવી સાવરણી હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો.
- સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી સાવરણીને ક્યારેય લાત ન મારવી જોઈએ.
- ધનતેરસ ઉપરાંત અમાસ, મંગળવાર, શનિવાર અને રવિવારે સાવરણી ખરીદી શકાય છે.