• ગુલાબના ફૂલની મદદથી આવશે ચહેરા પર નિખાર
  • જાસૂદના ફૂલ સ્કીન અને વાળ માટે ફાયદારૂપ
  • મોગરાના ફૂલ, મધ અને અલોવેરા બનાવશે સ્કીનને બ્રાઈટ

મોટાભાગે ઘરના ગાર્ડનમાં અનેક ફૂલ થતા હોય છે. ખાસ કરીને તમે ગુલાબ, મોગરા, જાસૂદના ફૂલ તમારી આસપાસ સરળતાથી મળતા જોતા હશો. જો તમે આ ફૂલનો ઉપયોગ સ્કીન અને વાળ માટે કરો છો તો તમે પરફેક્ટ રીઝલ્ટ મેળવી શકો છો. આ ફૂલોના માસ્ક તમારા માટે લાભદાયી નીવડી શકે છે. તો જાણો તમે તેનો કેવી રીતે ઉપયોગ કરશો તો તમને ફાયદો થશે.

ગુલાબના ફૂલ

આ ફૂલના ફેસપેકથી ચહેરાને નવો નિખાર મળે છે. તેને બનાવવા માટે તમે 2 ચમચી નેચરલ ગુલાબજળ લો. તેમાં 1 ચમચી મધ અને દહીંને મિક્સ કરો. આ પછી તેને આંખની આસપાસની જગ્યા સિવાય આખા ચહેરા પર લગાવો. 15 મિનિટ લગાવીને રાખ્યા બાદ હૂંફાળા પાણીથી તેને સાફ કરો.

લેવન્ડર ફૂલ

લેવન્ડરના ફેસ પેક માટે તેના સૂકા ફૂલ લો અને તેને ગ્રાઈન્ડ કરો. આ પછી લેવેન્ડર એસેન્શિયલ ઓઈલ, મધ અને દહીંને મિક્સ કરો. આ પેસ્ટને 10-15 મિનિટ સુધી ફેસ પર લગાવીને રાખો. હૂંફાળા પાણીથી ફેસવોશ કરી લો. ચહેરા પર નવી ચમક આવશે.


જાસૂદના ફૂલ

જાસૂદના ફૂલ સ્કીન અને વાળ માટે લાભદાયી રહે છે. તેને બનાવવા માટે જાસૂદના ફૂલને સૂકવી લો. આ પછી તેમાં 1 ચમચી દહીં અને 1 ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પર 15 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી પાણીથી ફેસ વોશ કરવાથી પરફેક્ટ રીઝલ્ટ મળશે.

મોગરાના ફૂલ

મોગરાના ફૂલનો ફેસ માસ્ક બનાવવા માટે તેના પાનને ગ્રાઈન્ડ કરી લો. તેમાં 1-1 ચમચી મધ અને અલોવેરા મિક્સ કરો. તેને સારી રીતે હલાવી લો. ચહેરા પર થોડા સમય માટે લગાવીને રાખો. આ ફેસપેક ચહેરા પર નિખાર લાવવામાં મદદ કરી શકે છે.  

  • Follow us on: