• હરવા ફરવા માટે બેસ્ટ છે વિશ્વના ઘણા સ્થળો
  • કેટલા શહેરો કે જ્યાં છૂટથી હરી ફરી શકાય
  • કેટલાક શહેરોમાં તો ભૂલથી પણ પગ ન મૂકતા

આપણે રુટિન લાઇફમાંથી થોડો બ્રેક લેવા માટે ફરવા જઇએ છીએ. રિલેક્સ અને ફ્રેશ ફિલ કરવા માટે પ્રવાસ કરે છે. ત્યારે એવા ઘણા એવા સ્થળો છે જ્યાં કુદરતનું સાંનિધ્ય છે. આ ઉપરાંત એવા પણ ઘણા સ્થળો છે જે સારા તો છે પરંતુ ત્યાં જવુ ઘણુ જોખમી છે. ત્યારે આજે આપમે એવા જ પ્લેસ વિશે વાત કરીએ જે દુનિયાના એવા સ્થળો છે જ્યાં તમે સ્હેજ પણ સેફ નથી. ત્યાં જઇને તમે બેફિકર ફરી ન શકો. એક રિપોર્ટના આધાર પર તમને 10 સુરક્ષિત અને જોખમી શહેરો વિશે જણાવીશું. ત્યારે સૌથી પહેલા જાણીએ કયા સ્થળ છે જોખમી

આ છો સૌથી અસુરક્ષિત શહેરો

  • અસુરક્ષિત શહેરોમાં સમાવેશ થાય છે વેનેઝુએલાનું કારાકાસ શહેર. જેને લૂંટારાઓનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં રોજ ગુનાઓ થાય છે. ખાસ કરીને જો તમે ટૂરિસ્ટ હોવ તો તમને લૂંટી લેવાની સંભાવના ઘણી વધારે રહે છે.
  • પાડોશી દેશ પાકિસ્તાન અસુરક્ષિત સ્થળોમાં બીજા નંબર પર છે. પાકિસ્તાનનું કરાચી શહેર, કે જે વિશ્વના સૌથી અસુરક્ષિત સ્થળોમાં બીજા ક્રમે છે. અહીં પણ ગુનાખોરી મોટા પ્રમાણમાં થાય છે. પાકિસ્તાનમાં આ શહેરમાં તો ભૂલથી પણ ન જતા.
  • ત્રીજા નંબર પર બર્માના યાંગુન શહેર છે. અહીં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓ સાથે અપરાધના મામલાઓમાં વધારો થયો છે.
  • આ યાદીમાં નાઈજીરીયાનું શહેર લાગોસ પણ આવે છે. આ શહેરમાં લૂંટફાટ, સ્નેચિંગ અને છેતરપિંડી સામાન્ય બાબત છે.
  • એવા ઘણા શહેરો છે જે સોલો ટ્રાવેલ માટે તો બિલકુલ સુરક્ષિત નથી. જેમાં પછી મનીલા, ઢાકા, બોગોટા, કૈરો, મેક્સિકો સિટી અને ઇક્વાડોરનું ક્વિટો શહેરનો સમાવેશ થાય છે. જો તમારે ના છૂટકે પણ આવા શહેરોની મુલાકાત લેવી પડે તો એક એક મિનિટ સાવધાન રહેવુ પડે. કારણ કે પ્રવાસીઓ માટે આ શહેરો જોખમી છે.

સૌથી સુરક્ષિત શહેરો કયા ?

  •  પ્રવાસીઓ માટે સૌથી સુરક્ષિત શહેરોની વાત કરીએ તો વિશ્વમાં સૌ પ્રથમ નામ આવે સિંગાપોરનું.
  •  બીજા નંબરનું સુરક્ષિત શહેર છે ટોક્યો જાપાન
  • ત્રીજા નંબરનું સૌથી સુરક્ષિત શહેર છે કેનેડાનું ટોરોન્ટો.
  •  આ પછી ઓસ્ટ્રેલિયામાં સિડની આવે છે, પછી સ્વિટ્ઝર્લેન્ડમાં ઝ્યુરિચ આવે છે.
  •  આ પછી ડેનમાર્કનું કોપનહેગન, દક્ષિણ કોરિયાનું સિઓલ, જાપાનનું ઓસાકા, ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન અને નેધરલેન્ડનું એમ્સ્ટર્ડમ છે.

આ શહેરોમાં તમે આરામથી હરી ફરી શકો છે. તમે અહીં એકલા પણ ફરો તો કોઇ મુશ્કેલી કે ચિંતા નહી.


  • Follow us on: