• પેરિસ ઓલિમ્પિકની થઇ ગઇ છે શરૂઆત
  • સોહામણુ અને અદબૂત છે પેરિસ
  • અનેક પ્લેસ છે જેનાથી પેરિસની ટ્રિપ બની જશે યાદગાર

પેરિસ ઓલિમ્પિક 26 જુલાઇથી શરૂ થઇ ગયો છે. જે 11 ઑગષ્ટ સુધી ચાલશે. ત્યારે તમામની નજર આ ગેમ્સ પર છે. ભારત કેટલા મેડલ લાવે છે તે જોવાનું રહેશે. જો કે કેટલાક રમત ગમત પ્રેમીઓ તો પેરિસ પહોંચી પણ ગયા છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ તો રસપ્રદ રહેવાની જ પરંતુ પેરિસ પણ એટલુ જ સોહામણુ છે કે અહીંથી પાછા આવવાનું મન ન થાય. ત્યારે આવો જાણીએ પેરિસમાં કયા એવા સ્થળો છે જેની મુલાકાત અચૂક લેવા જેવી.

એફિલ ટાવર

પેરિસ તેની સુંદરતા માટે જાણીતું છે. અહીંની સુંદરતા જોવાની સાથે સાથે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. તમે પેરિસના એફિલ ટાવરની મુલાકાત લઈ શકો છો, તે પેરિસનું સૌથી પ્રતિકાત્મક સ્મારક છે, અહીંનો નજારો તમારું દિલ જીતી લેશે. જ્યારે તમે એફિલ ટાવર પર જશો ત્યારે એમ થશે કે આહા હા..અદભૂત.

લ્યૂવે મ્યુઝિયમ

જો તમે પેરિસ પહોંચ્યા પછી વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમની મુલાકાત લીધી નથી, તો તેનો અર્થ એ છે કે તમે તમારી ટ્રિપ એન્જોય કરી જ નથી. પેરિસનું લ્યૂવે મ્યુઝિયમ કે જે 300 વર્ષ કરતા પણ વધારે જૂનુ માનવામાં આવે છે. તમે મોના લિસા, વિનસ ડી મિલો જેવી ઘણી પ્રખ્યાત કલાકૃતિઓ જોઈ શકો છો.

નોટ્રે ડેમ કૈથેડ્રેલ

પેરિસમાં નોટ્રે ડેમ કેથેડ્રલ ચર્ચની મુલાકાત અવશ્ય લેવા જેવી. આ ફ્રાંસનું ખૂબ જૂનું અને સુંદર ચર્ચ છે. આ ચર્ચ તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંની બારીઓમાં રંગીન કાચ લગાવેલા છે. જે તમારુ દિલ જીતી લેશે. આટલું જ નહીં, આ ચર્ચની અંદર અને બહાર અનેક પ્રકારની શિલ્પકૃતિઓ છે, જે તમારુ ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહી.

પેરિસ ઓપેરા

પેરિસ ઓપેરા ખૂબ જ સુંદર અને ઐતિહાસિક ઓપેરા હાઉસ છે. આ વિશ્વના પ્રખ્યાત ઓપેરા હાઉસમાંથી એક છે. દર વર્ષે અહીં ઓપેરા, બેલે અને મ્યુઝિક જેવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

સૈક્રે કોઇર બેસિલિકા

સેક્ર કોઅર બેસિલિકા પેરિસની સૌથી ઊંચી ટેકરી પર બનેલ છે. આ એક કેથોલિક ચર્ચ છે. તેને પેરિસના સૌથી પ્રસિદ્ધ સીમાચિહ્નોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. અહીંથી તમે પેરિસનો અદ્ભુત નજારો જોઈ શકો છો. એકવાર અહીં જશો તો પાછા આવવાનું મન નહિ થાય.


માર્સ ફિલ્ડ

માર્સ ફિલ્ડ એ એફિલ ટાવરની બરાબર સામે બાંધવામાં આવેલ સુંદર પાર્ક છે. આ સ્થળની સુંદરતા એટલી અદભૂત છે કે તમને ત્યાંથી હટવાનું મન નહી થાય. . અહીંથી એફિલ ટાવરનો નજારો જોવા જેવો છે. દર વર્ષે અહીં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

સેન નદી

સેન નદી પેરિસ શહેરનું હૃદય પણ કહેવામાં આવે છે. આ નદી શહેરની સુંદરતામાં વધારો કરે છે. જો તમે પેરિસ આવો અને આ સ્થળની મુલાકાત ન લો, તો તમારી પેરિસની મુલાકાત નકામી ગણાય. તમે આ તમામ સ્થળોની મુલાકાત લઈને તમારી સફરને યાદગાર બનાવી શકો છો અને પરિવાર અને મિત્રો સાથે આનંદ કરી શકો છો.


  • Follow us on: