• 51 વર્ષીય તુર્કીશ શૂટર યુસુફ દીકેક કોઈપણ એક્સેસરીઝ વિના ફ્લોર પર ઉતર્યો
  • મિક્સડ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
  • તુર્કીશ શૂટર યુસુફ દીકેકના ફેન્સ વખાણ કરી રહ્યા છે

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે તેનો ત્રીજો મેડલ જીત્યો. આજે શૂટિંગમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. 51 વર્ષીય તુર્કીશ શૂટર યુસુફ દીકેક કોઈપણ એક્સેસરીઝ વિના ફ્લોર પર ઉતર્યો અને મિક્સડ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. યુસુફ દીકેકે પેરિસમાં સેવેલ ઈલાયદા તરહાન સાથે જોડી બનાવી.

યુસુફ દીકેક કોઈપણ એક્સેસરીઝ વિના ફ્લોર પર ઉતર્યો

આ ઈવેન્ટમાં સામાન્ય રીતે જ્યારે કોઈ ખેલાડી ફ્લોર પર આવે છે, ત્યારે તે તેની આંખો અને કાન પર સુરક્ષા ગિયર લગાવીને આવે છે. આ એક્સેસરીઝ તેને કોમ્પિટીશન દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ચોક્કસ લક્ષ્ય રાખવામાં મદદ કરે છે. પરંતુ તુર્કીના શૂટર યુસુફ દીકેકે દર્શકોને હેરાન કરી દીધા હતા. યુસુફ દીકેકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુસુફ દીકેકે જરૂરી મિનિમમ ગિયર પણ પહેર્યા ન હતા. તેની સાથેના અન્ય ખેલાડીઓ ખાસ ગોગલ્સ અને ઉચ્ચ સ્તરીય કાનની સુરક્ષા કિટ પહેરીને આવ્યા હતા.

 

ફેન્સ કરી રહ્યા છે વખાણ

આ સિવાય યુસુફ દીકેકે આઈ વીયર, કોઈ પ્રોટેક્ટિવ એક્સેસરીઝ કે ચશ્મા પહેર્યા ન હતા. સામાન્ય ચશ્મા પહેરીને આવ્યો હતો, જેનો તે દરરોજ ઉપયોગ કરે છે. બુલેટના અવાજની તેના કાન પર અસર ન થાય તે માટે સાદા ઈયરપ્લગ પહેર્યા હતા. પરંતુ તે સચોટ લક્ષ્ય રાખીને બોલિવુડના હીરોની સ્ટાઈલમાં આગળ વધતો રહ્યો. ત્યાં હાજર લોકો પણ વિશ્વાસ કરી શકતા નથી. આ સિવાય યૂઝર્સ સોશિયલ મીડિયા પર સતત વખાણ કરી રહ્યા છે.

Image - X

  • Follow us on: