• સૂપ અને હોટ ડ્રિંક્સ કરશે મદદ
  • આદુ અને ઘીનું સેવન આપશે ઠંડીથી રક્ષણ
  • ગોળ, તલ અને ડ્રાયફ્રૂટ્સ આપશે શરીરને ગરમી

શિયાળામાં ફક્ત ગરમ કપડાં પહેરવું પૂરતું નથી, ગરમ કપડાની સાથે કામળા અને ભોજનની પણ તમને જરૂર રહે છે. ગરમ કપડા અને કામળાની પસંદગી સરળ છે પરંતુ શરીરને અંદરથી ગરમ રાખવા માટે કેટલીક ખાસ વસ્તુનું સેવન જરૂરી છે. જે ગરમ પ્રકૃતિની હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. મળતી માહિતી અનુસાર શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે મોંઘા ઓપ્શનની જગ્યાએ તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અને ફૂડની પસંદગી કરી શકો છો. આ ઉપાયો શિયાળામાં ઠંડી દૂર કરવાની સાથે તમારા ખિસ્સા માટે પણ લાભદાયી રહેશે. તો જાણો કઈ વસ્તુઓનું સેવન શિયાળાની શરૂઆતની સાથે શરૂ કરી દેવું જોઈએ.

ગરમ સૂપ

શાક અને દાળ, અનાજ કે કોઈ અન્ય સેમી ફ્લૂઈડથી બનેલા સૂપ શિયાળામાં ઠંડી ભગાડવાનો સારો ઉપાય છે. સૂપમાં મીઠું, મરી, તજ અને અન્ય મસાલા ઉમેરો. આ ટેસ્ટી સૂપ બનાવવા માટે સારું છે. તેનાથી શરીરને ગરમી મળી રહે છે.

હોટ ડ્રિંક્સ

ઠંડી ભગાડવા માટે હોટ ડ્રિંકસ પીવું મહિલાઓ માટે, કામકાજી લોકો માટે અને ખાસ કરીને વૃદ્ધો માટે સારું રહે છે. રોજ નક્કી સમયે પીવાતી ચા, કોફી, ફ્લેવર્ડ દૂધ, સૂપ, જ્યૂસ અને ઉકાળો લેવો તે લાભદાયી રહેશે. આ ટેસ્ટી ડ્રિંક્સ તમને દિવસભર ગરમી આપે છે.

ઘી

ઘી સૌથી પસંદગીનું નેચરલ એન્ગ્રીડિયન્ટ છે જેનો ઉપયોગ દરેક ભોજન, દાળ, શાક, રોટલી, દૂધની સાથે કરાય છે. દહીં તમારા શરીરના તાપમાનને વધારે છે અને સાથે શરીરની પ્રતિરોધક ક્ષમતાને પણ મજબૂત કરે છે. તેનો ઉપયોગ ભોજન બનાવવાની સાથે સાથે કાચા રૂપમાં પણ કરી શકાય છે.

આદુ

ખાંસી અને શરદીથી પ્રભાવી જડી બુટ્ટી હોવાના સિવાય આદુ લોહીનો પ્રવાહ વધારીને શરીરને ગરમ રાખવાનો કારગર ઉપાય છે. તેને ચામાં કે પાણીમાં ઉકાળીને પી શકાય છે. તેનાથી ગળાના ઈન્ફેક્શનની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

ડ્રાયફ્રૂટ્સ

આ હેલ્ધી ફેટ્સનો સારો સોર્સ માનવામાં આવે છે અને બોડી ટેમ્પ્રેચરને વધારે છે. ડ્રાય ફ્રૂટ્સ પણ ભોજન માટેનો સારો ઓપ્શન છે. તેના સેવનથી થોડા પ્રમાણમાં પણ એનર્જી મળે છે. કેટલાક ડ્રાય ફ્રૂટ્સ આયર્ન પણ આપે છે. કોઈ સીઝનમાં સેવન કરવા માટે બેસ્ટ હોય છે. શિયાળામાં તેનું સેવન લાભદાયી છે.

ગોળ

દેશમાં અનેક લોકો ગોળનો ઉપયોગ રોજિંદા ભોજનમાં કરતા રહે છે. આયર્નથી ભરપૂર ગોળ પાચનતંત્રને સારું બનાવે છે અને શરીરની ગરમીને કાયમ રાખે છે. તે કબજિયાતને ક્યોર કરવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમને વધારે છે. શિયાળામાં ભોજન બાદ થોડા પ્રમાણમાં ગોળનું સેવન લાભદાયી છે.

તલ

તલનો હલવો, લાડુ, પાઉડર કે કોઈ અન્ય મિક્સરના રૂપમાં ઉપયોગ લાભદાયી છે. તે શરીરને ગરમ રાખવાનો ઉત્તમ ઉપાય છે. તલ ખાવાથી શરીરને આયર્ન અને કેલ્શિયમથી મળે છે. તેને ખાવાથી ઠંડી લાગવાનો ડર ઓછો રહે છે.  

  • Follow us on: