• શિયાળામાં ખજૂરનો ઉપયોગ લાભદાયી
  • દૂધ સાથે ખજૂર વધારશે ઈમ્યુનિટી
  • મિક્સરમાં ફટાફટ બની જશે ખજૂર શેક

શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે અનેક ઘરોમાં પણ શિયાળુ વાનગીઓ બનવા લાગી છે. જો તમે આ સીઝનમાં વિવિધ વાનગીઓ ટ્રાય કરવા ઇચ્છો છો તો તમે ખજૂરની મદદ પણ લઇ શકો છો. આજે અહીં ખજૂર શેકની રેસિપિ આપવામાં આવી છે. જે ઘરના બાળકોથી માંડીને દરેક સભ્યોને માટે આવશ્યક છે. ખજૂરમાં અનેક પૌષ્ટિક તત્વો હોવાના કારણે તે લાભદાયી રહે છે. જો બાળકો મોઢામાં જરા પણ ખજૂર આવે તો તેને પસંદ કરતા ન હોય તો તમે તેમને આ શેક ગાળીને પણ સર્વ કરી શકો છો. તો નોંધી લો સરળ રેસિપિ અને ચપટીમાં મિક્સરમાં બનાવી લો ખજૂર શેક.

સામગ્રી

- બે કપ દૂધ

- દસથી બાર નંગ ખજૂર

- ચાર નંગ કાજુ

- બે નંગ બદામ

- ચાર નાની એલચી

બનાવવાની રીત

ખજૂરના ઠળિયા કાઢો અને તેના નાના ટુકડા કરો. તમે તૈયાર બીજ વિનાના ખજૂર પણ લાવી શકો છો. આ પછી એલચીનો પાવડર બનાવો. કાજુ અને બદામના નાના ટુકડા કરો. ખજૂરના ટુકડાની સાથે થોડું દૂધ ઉમેરી તેને મિક્સરમાં ક્રશ કરી લો, ખજૂર બારીક થાય ત્યાં સુધી તમે તેને ક્રશ કરો. એક પેસ્ટ બની જશે. તેમાં બાકીનું દૂધ ઉમેરો અને સાથે જ એલચી પાવડર પણ એડ કરો, ફરી એકવાર મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર છે તમારો ખજૂરનો ટેસ્ટી શેક. તમે તેને રૂમ ટેમ્પ્રેચર જેવો રાખીને પણ ઉપયોગમાં લઇ શકો છો.

નોંધ- ખજૂર પોતે મીઠા હોવાથી તેમાં ખાંડની આવશ્યકતા રહેતી નથી. જો ઇચ્છો તો તમે તેમાં થોડી ખાંડ કે મધનો ઉપયોગ કરી શકો છો.

શું થશે ખજૂર શેક પીવાના ફાયદા

જેમને શારીરિક નબળાઈ રહે છે તેઓએ દૂધની સાથે ખજૂર મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. ખજૂરમાં વિટામિન સી, આયર્ન અને વિટામિન ડી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તે એનિમિયાના દર્દી માટે લાભદાયી રહે છે. પ્રેગનન્ટ મહિલાઓ માટે, સ્કીનને ગ્લોઈંગ લૂક આપવા માટે, વીર્ય વધારવા માટે અને સાથે શરદી અને ઉધરસની સમસ્યામાં પણ તે લાભદાયી બની રહે છે.  

  • Follow us on: