• નારિયેળ તેલ ડ્રાય સ્કીનને માટે રહેશે અસરકારક
  • સ્કીનને મુલાયમ અને ચમકદાર બનાવવા બદામનું તેલ લાભદાયી
  • લેવેન્ડર ઓઈલ સ્પાની ફીલ આપશે અને સ્કીનની કશે કૅર

શિયાળામાં ગરમ પાણીથી નહાવું કોઈ થેરાપીથી ઓછું નથી. આ સીઝનમાં મસલ્સને રિલેક્સ કરવા અને આરામદાયક બનાવવામાં અનેક પ્રકારના નુસખા કામ કરે છે. પરંતુ ગરમ પાણીની સ્કીન પર વિપરિત અસર જોવા મળે છે. તે સ્કીનને ડ્રાય કરી શકે છે. એવામાં કેટલાક તેલ છે જેને ગરમ પાણીમાં મિક્સ કરીને નહાવાથી સ્કીન મુલાયમ બને છે અને શિયાળાની સીઝનમાં તેને સૂકાતી અટકાવે છે. તો જાણો કયા તેલ કેવી રીતે તમારી મદદ કરી શકે છે અને તમે મોંઘા ક્રીમ લાવવાથી બચી શકો છો.

નહાવાના પાણીમાં મિક્સ કરી લો આ તેલ

નારિયેળ તેલ

નહાવાના પાણીમાં તમે નારિયેળ તેલના કેટલાક ટીપાં મિક્સ કરી શકો છો. આ તેલ ડ્રાય સ્કીનને માટે ખાસ કરીને યોગ્ય માનવામાં આવે છે. તેનાથી સ્કીનને જરૂરી ભેજ મળી રહે છે. નહાવાના પાણીમાં નાંખવા સિવાય તમે નારિયેળ તેલને નહાવાના થોડા સમય પહેલા શરીર પર પણ ઘસી શકો છો. તેના ફેટી એસિડ કપાયેલી કે ફાટેલી સ્કીન માટે સારા સાબિત થાય છે.

બદામનું તેલ

આ તેલમાં સ્કીનને રિપેર કરવાનો ગુણ છે. તેના કેટલાક ટીપાં પાણીમાં મિક્સ કરી શકાય છે. આ તેલની સાથે નારિયેળ તેલને પણ મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી તમારી સ્કીનને ફાયદો થઈ શકે છે. તમારી સ્કીન મુલાયમ અને ચમકદાર બને છે.

લેવેન્ડર ઓઈલ

એસેન્શિયલ ઓઈલ સ્કીનને માટે સારા હોય છે. લેવેન્ડર એસેન્શિયલ ઓઈલને નહાવાના પાણીમાં મિક્સ કરવાથી તમને લાગશે કે તમે કોઈ મોંઘા સ્પામાં છો. આ તેલથી મૂડ પણ સારો રહે છે. આ શરીર પર જેન્ટલ ફીલ આપે છે. શરીરમાં દર્દ કે સોજા છે તો તેને ઓછા કરવામાં પણ તે અસરકારક રહે છે.

આ વાતનું રાખો ધ્યાન

  • નહાવાના પાણીમાં કોઈ પણ તેલને મિક્સ કરતા પહેલા કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો સ્કીન પર કોઈ ઘા છે તો કે સ્કીન ઈરિટેટેડ છે તો એસેન્શિયલ ઓઈલના ઉપયોગને ટાળો.
  • સ્કીન પર તેલ લગાવીને પહેલા પેચ ટેસ્ટ કરો અને આ પછી જ પાણીમાં મિક્સ કરો. આ તેલ સ્કીન પર બળતરા કે ખંજવાળ તો નથી થતીને તે ચેક કરો.
  • નાના બાળકો માટે આ તેલનો પાણી સાથે ઉપયોગ ટાળો.
  • જો ગર્ભવતી મહિલા હોય તો એસેન્શિયલ ઓઈલને પાણીમાં મિક્સ કરીને નહાશો નહીં. 

  • Follow us on: