• વીગન ફ્રેન્ચ ટોસ્ટ તમે સવારે અને સાંજે નાસ્તામાં ઉપયોગમાં લઈ શકો છો
  • તેમાં ચણાનો લોટ કે બારીક પીસેલા છોલેનો ઉપયોગ કરી શકાશે
  • ફ્રેન્ચ ટોસ્ટમાં પશુ કે તેની મદદની કોઈ પ્રોડક્ટનો યૂઝ કરાશે નહીં

 શું તમે પણ ક્યારેય વીગન ડાયટને વિશે સાંભળ્યું છે. અનેક વર્ષોથી તેનું ચલણ વધી ગયું છે. તેના ફાયદા અને નુકસાનને વિશે પણ એક્સપર્ટ ચર્ચા કરતા રહ્યા છે. જો તમે પણ આ વીગન ડાયટને ફોલો કરો છો તો તમારે કેટલીક ખાસ રેસિપીનો ઉપયોગ કરવો જરૂરી છે. આજે અમે નાસ્તામાં ઉપયોગમાં લઈ શકાય તેવી ખાસ ડિશની રેસિપી તમારા માટે લાવ્યા છે. આ વીગન ડાયટ ફોલોઅર્સમાં જાણીતી છે. આ ડિશનું નામ છે વીગન ફ્રેન્ચ ટોસ્ટ. જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી

  • અડધો કપ બારીક પીસેલા કાબુલી ચણા
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી જીરું પાવડર
  • અડધી ચમચી લાલ મરચું
  • લસણની પેસ્ટ
  • અડધી ચમચી કાળા મરીનો ભૂકો
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક બારીક સુધારેલી ડુંગળી
  • એક બારીક સુધારેલું ટામેટું
  • ચાર નંગ બ્રેડ સ્લાઈસ
  • કોથમીર
  • ઓલિવ ઓઈલ

વીગન ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રીત

વીગન ફ્રેન્ચ ટોસ્ટ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં કાબુલી ચણાનો લોટ કે બારીક પીસેલા કાબુલી ચણા લો. તેમાં મીઠું અને બારીક મસાલા ઉમેરો. તેમાં ધીરે ધીરે પાણી નાંખો અને ગાંઠ ન રહે તેવી પેસ્ટ તૈયાર કરો. બેટર વધારે પાતળું ન થાય તેનું ધ્યાન રાખો. આ પછી બેટરમાં ડુંગળી, ટામેટા, કોથમીરને મિક્સ કરી લો. બ્રેડ સ્લાઈસ લો અને તેની પર બેટર ફેલાવો. અથવા તમે બ્રેડને બેટરમાં ડુબાડી પણ શકો છો. હવે એક પેન કે તવો લો અને તેને તેલથી ગ્રીસ કરો. હવે બેટરવાળી સ્લાઈસને તવા પર રાખો. એક સાઈડ શેકાઈ જાય તો તેને ફેરવી લો અને બીજી સાઈડને શેકી લો. તમે સાથે સોયા મિલ્ક પણ સર્વ કરી શકો છો. તમે વીગન ડાયટ ફોલો નથી કરતા તો પણ તમે આ ડિશને બનાવીને ઉપયોગમાં લઈ શકો છો.  

  • Follow us on: