• ઘટશે આંખો નીચેના કુંડાળા
  • ઘરેલૂ ઉપાયો કરશે કામ
  • નહીં રહે બજારની ક્રીમની જરૂર

જો તમારી આંખની નીચે કાળા કુંડાળા વધી ગયા છે અને તમારો ચહેરો ખરાબ દેખાઈ રહ્યો છે તો તમે હવે તેને સરળતાથી દૂર કરી શકશો. આ માટે તમારે એક નાનો અને ઘરેલૂ નુસખો અપનાવવાનો છે. તમારે કોઈ અન્ય ક્રીમ ખરીદીને લઈને આવવાની જરૂર રહેશે નહીં. ઘરની આ ક્રીમ તમારી આંખની સાથે ચહેરાની સુંદરતા પણ વધારી શકશો. તો જાણો કઈ સરળ વસ્તુઓથી તમે તેને ફટાફટ દૂર કરી શકો છો. કાળા કુંડાળા દૂર કરવા માટે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકશો. ખાસ વાત એ છે કે આ ક્રીમ ચપટીઓમાં બનાવીને તૈયાર કરી શકાય છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે.

ડાર્ક સર્કલ્સની નેચરલ ક્રીમ

આ ક્રીમ માટે મધથી ક્રીમ બનાવી શકાશે. મધ સ્કીનને માટે લાભદાયી રહેશે. બ્યૂટી પ્રોડક્ટ્સમાં મધનો ઉપયોગ કરી શકાય છે. તો જાણો મધથી ડાર્ક સર્કલ્સ રિમૂવિંગ ક્રીમ બનાવવાની રીત.

ક્રીમ બનાવવાની જરૂરી સામગ્રી

  • મધ
  • કોફી
  • વિટામિન ઈનું તેલ

આ રીતે બનાવો ક્રીમ

ડાર્ક સર્કલ હટાવનારી ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં મધ લો. તેનું માપ જાણી લેવું ખાસ જરૂરી છે. તમે 3 ચમચી મધ લો અને તમે 1 ચમચી કોફી પાવડર મિક્સ કરો. હવે 1 ચમચી વિટામિન ઈનું તેલ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરો. ક્રીમ બનીને તૈયાર થઈ જશે. લાંબા સમય સુધી આ ક્રીમને ચલાવવા માટે તેને એક નાની ડબ્બીમાં ભરીને ફ્રિઝમાં રાખી લો.

આ વાતનું રાખો ખાસ ધ્યાન

  • સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો જેથી સાફ ચહેરા પર ક્રીમ લગાવી શકાય.
  • આંખની નીચે ક્રીમને લગાવો અને મસાજ કરો.
  • ક્રીમ રાતે લગાવવાથી તેની પર ગંદગી નહીં લાગે અને ક્રીમ વધુ સમય સુધી ચહેરા પર રહેશે.
  • કાળા કુંડાળા દૂર ન થાય ત્યાં સુધી રોજ ક્રીમ લગાવતા રહેવું.  

  • Follow us on: