મહિલાઓમાં આજે કેન્સરનું જોખમ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓને થતા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર કેસ સૌથી વધુ છે. દર 20માંથી 1 મહિલાને સ્તન કેન્સર થાય છે. WHOના આંકડા મુજબ બ્રેસ્ટ કેન્સરથી થતા મોતના કિસ્સા વધ્યા છે. મોટાભાગની સ્ત્રીઓને કેન્સર વિશે મોડા જાણ થાય છે. યુએસ બાદ ભારતમાં પણ બ્રેસ્ટ કેન્સરના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
આવી સ્થિતિમાં મહિલાઓએ શરીરમાં નાના ફેરફારો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને આ સંકેતોને કયારેય ના અવગણવા જોઈએ. દર વર્ષે લાખો સ્ત્રીઓ સ્તન કેન્સરનો શિકાર બની રહી છે. સ્તન કેન્સરમાં શરૂઆતમાં ઘણા લક્ષણો જોવા મળે છે. જો કે બ્રેસ્ટ કેન્સરના સંકેતો (લક્ષણો) જાતે અલગ અલગ સ્ત્રીઓમાં અલગ હોઈ શકે છે.
સ્તનમાં ગાંઠ હોવી: સ્તનમાં ગાંઠ શરીરમાં હાથ લગાવતાં બ્રેસ્ટમાં કોઈ ગાંઠ કે કઠણ ભાગ અનુભવાય તો તરત સાવધ થઈ જવું આ ગાંઠ દુખાવાવાળી હોઈ શકે છે. સ્તનમાં ગાંઠ હોવી એ કેન્સરનું પ્રારંભિક લક્ષણ છે. શરૂઆતમાં આ ગાંઠ નાના કદની હોય છે અને ધીરે ધીરે આ કદ મોટું થવા લાગે છે. જો કોઈ ગાંઠ જુઓ તો અને આ ગાંઠમાં બદલાવ થતો હોય તો તેને ફોલ્લી ના સમજી ડોક્ટર પાસે ચકાસણી કરવા અવશ્ય જવું
સ્તનના કદમાં ફેરફાર : અચાનક તમારા સ્તનના કદમાં ફેરફાર થવા લાગે છે. એક સ્તન બીજા કરતા મોટું દેખાય તો અવશ્ય તેને કેન્સરનો સંકેત માનવો. અચાનક તમારા સ્તનના કદમાં ફેરફાર દેખાય તો તેને અવગણવું જોઈએ નહીં. અને આ ફેરફારને લઈને સતર્ક થઈ યોગ્ય તપાસ કરાવવી.
સ્તનની ડીંટીમાંથી લોહી આવવું : કેટલીક વખત અચાનક સ્તનની ડીંટીમાંથી લોહી આવવાને મહિલાઓ કોઈ વસ્તુની ઇજા થઈ હોવાનું માને છે. તો કયારે સ્તનની ડીંટીમાંથી પાણી પણ આવતું હોય છે. આ લક્ષણ દેખાય તો તેની અવગણના કરવાના બદલે વહેલી તકે ડૉક્ટરની મુલાકાત લઈ બ્રેસ્ટની તપાસ કરાવી.